News of Thursday, 16th May 2024
'મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું:13 મીની ઘટના પર સ્વાતિ માલીવાલે મૌન તોડ્યું :ભાજપને કહ્યું-રાજનીતિ ના કરો
સ્વાતિએ કહ્યું - જે લોકોએ મારી ચારિત્ર્ય હનનનો પ્રયાસ કર્યો,આ બધું બીજા પક્ષના ઈશારે થઈ રહ્યું છે

નવી દિલ્હી. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગેરવર્તણૂકના મામલામાં પોતાનું મૌન તોડ્યું છે. તેણે X પર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે 13 મેના રોજ તેની સાથે શું થયું હતું. સ્વાતિ માલીવાલે સીએમ આવાસ પર દુર્વ્યવહારના મામલામાં દિલ્હી પોલીસને પોતાનું નિવેદન નોંધ્યું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે મારી સાથે જે પણ થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે
માલીવાલે વધુમાં કહ્યું કે તે પ્રાર્થના કરનારાઓનો આભાર માને છે. જે લોકોએ મારા ચારીત્ર્ય હનનની પ્રયાસ કર્યો છે. આ બધું બીજા પક્ષના કહેવા પર થઈ રહ્યું છે, ભગવાન તેમને પણ ખુશ રાખે. તેમણે કહ્યું કે દેશમાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ મહત્વપૂર્ણ નથી, દેશના મુદ્દા મહત્વપૂર્ણ છે. ભાજપના લોકોને ખાસ વિનંતી છે કે આ ઘટના પર રાજનીતિ ન કરો.
સ્વાતિ માલીવાલે ગુરુવારે દિલ્હી પોલીસમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તે દિવસે (13 મે) તેની સાથે શું થયું હતું. સ્વાતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે તેની સાથે મારપીટ કરી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હી પોલીસ ટૂંક સમયમાં કેજરીવાલના પીએ વિભવ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે. સ્વાતિએ લગભગ અઢી પેજની ફરિયાદ દિલ્હી પોલીસને આપી છે. જોકે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે માલીવાલની ફરિયાદમાં સીએમ અરવિંદ કેજરીવાલનું નામ નથી
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
