<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

લોકોની બદલાઇ રહી છે પસંદ

રંગીન સુતરાઉ કપડાઓનું ચલણ વધી રહ્યું છેઃ ૧૫ ટકા વધારે ચૂકવતા નથી ખચકાતા પણ લોકો

નવી દિલ્‍હીઃ ભારતના લોકોમાં પર્યાવરણને અનુકુળ રંગીન સુતરાઉ કપડા પ્રત્‍યેનું વલણ વધતુ જાય છે. એક રિસર્ચ અનુસાર, ૨૮ ટકા ગ્રાહકો આવા કપડાઓ માટે ૧૫ ટકા સુધી વધારે ચુકવવામાં પણ નથી ખચકાતા.

પૂણેની સિમ્‍બાયોસીસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ટરનેશનલ બિઝનેસના રિસર્ચરોએ સંગીન સુતરાઉ કપડાઓ બાબતે વપરાશકારોના વલણ સંબંધી આંકડાઓનું વિશ્‍લેષણ કર્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્‍યુ કે કુદરતી રીતે રંગીન કપાસ, વપરાશકારોના એક મોટા વર્ગને આકર્ષિત કરે છે કેમ કે આવું કાપડ તેમના પર્યાવરણીય દ્રષ્‍ટિકોણ સાથે વધારે મેળ ખાય છે.

રિસર્ચરોનું કહેવું છે કે કપાસ ઉત્‍પાદન ભારતનો વારસો છે. કુદરતી રીતે રંગીન કપાસે આંતરરાષ્‍ટ્રીય કપડા બજારો, ખાસ કરીને યુરોપમાં લોકપ્રિયતા મેળવવાનું શરૂ કરી દીધુ છે.(

(2:50 PM IST)