<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

વિશ્વ હાઇપર ટેન્‍શન દિવસઃ ખરાબ લાઇફ સ્‍ટાઇલના કારણે યુવાઓ પણ હાઇપર ટેન્‍શનના શિકાર

રાયપુર તા. ૧૭: તણાવ અને બદલતી જીવન શૈલીથી રર થી રપ વર્ષના યુવાઓને પર હાઇપર ટેન્‍શન ઘેરી રહ્યું છે. જો કે આવા કેસ ગણ્‍યા ગાંઠયા છે, પણ તે ચોંકાવનારા છે. પહેલા આ બિમારી પ૦ વર્ષથી ઉપરનાઓને થતી હતી પણ હવે ૩પ-૪૦ વર્ષની વયના ઘણાં લોકો હાઇ બ્‍લડ પ્રેશરની બિમારીથી પીડિત છે. અહીંની આંબેડકર હોસ્‍પીટલ ઉપરાંત ખાનગી હોસ્‍પીટલોમાં યુવાઓ સતત આ બિમારીના ઇલાજ માટે પહોંચી રહ્યા છે. ડોકટરો તેમને બીપી કંટ્રોલ કરવા માટે નિયમીત દવા લેવા અને લાઇફ   સ્‍ટાઇલ  બદલવા સલાહ આપી રહ્યા છે.

આજે વિશ્‍વ હાઇપર ટેન્‍શન દિવસના અવસરે આંબેડકર હોસ્‍પીટલના મેડીસીનના પ્રોફેસર ડો. યોગેન્‍દ્ર મલ્‍હોત્રાએ જણાવ્‍યું કે યુવાઓ કેરીયર ઓરીયેન્‍ટેડ થઇ ગયા છે એટલે તેઓ તણાવગ્રસ્‍ત થઇ રહ્યા છે. એટલું જ નહીં શારિરિક પ્રવૃતિઓ ઓછી હોવી, મોડા સુવુ અને મોડા ઉઠવાના કારણે પણ હાઇપર ટેન્‍શનના કેસો વધી રહ્યા છે. ફાસ્‍ટ ફુડનું વધારે સેવન પણ એક મોટું કારણ છે. લાઇફ સ્‍ટાઇલમાં ફેરફાર કરીને જરૂરી વ્‍યાયામ કરીને આ જોખમ ઘટાડી શકાય છે.

બીપી વધવાના મુખ્‍ય કારણો

(૧) જીવન શૈલીમાં ફેરફાર

(ર) વાતે વાતે તણાવ

(૩) શારિરીક પ્રવૃતિઓ ઘટવી

(૪) ફાસ્‍ટફૂડનું વધારે પડતું સેવન

(પ) ખાવાનો અનિヘીત સમય

(૬) નમક અને ખાંડનો વધારે ઉપયોગ

(૭) નિયમીત દવાઓનો યોગ્‍ય ડોઝ ના લેવો.

(૮) ધૂમ્રપાન અને દારૂનું સેવન

(3:11 PM IST)