<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું: 5 વખતની ચેમ્પિયન મુંબઈની ટીમનો 10મી મેચમાં પરાજય

લખનૌના 214રનના જવાબમાં મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવી 196 રન બનાવી શકી : લખનૌ તરફથી પુરને સૌથી વધુ 75 રન બનાવ્યા

 

---

   ફોટો ipl   નોટિફિકેશન

મુંબઈ : વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન જ બનાવી શકી હતી.

  IPL 2024માં મુંબઈની આ 10મી હાર છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સે 14માંથી સાત મેચ જીતી છે અને એટલી જ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે જ્યારે મુંબઈની ટીમ છેલ્લા સ્થાને રહેશે.

   વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌએ નિકોલસ પુરન અને કેએલ રાહુલની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી પુરને સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. 215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ઓપનરો તરફથી સારી શરૂઆત મળી હતી. ચોથી ઓવરમાં વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. લગભગ 44 મિનિટના વિલંબ બાદ મેચ ફરી શરૂ થઈ. રોહિત અને બ્રુઈસ વચ્ચે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી થઈ હતી. બ્રેવિસ 23 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર ખાતું ખોલાવી શક્યા ન હતા. રોહિત શર્માએ 38 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. હાર્દિક 16 રન, નેહલ (1) અને ઈશાન 14 રન બનાવીને આઉટ થયો હતો.

   પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી. દેવદત્ત પડિકલ પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. માર્કસ સ્ટાઈનિસે 22 બોલમાં 28 રનની ઈનિંગ રમી હતી. દીપક હુડ્ડાએ 9 બોલમાં 11 રન બનાવ્યા હતા. રાહુલ અને પુરન વચ્ચે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી. તુષારાએ પુરણ અને અરશદને લગાતાર બોલ પર આઉટ કર્યા હતા. પુરણ 29 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો હતો. અરશદ ખાન ખાતું ખોલાવી શક્યો ન હતો. કેપ્ટન કેએલ રાહુલ 441 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોનીએ અણનમ 22 અને કૃણાલે 12 રન બનાવ્યા હતા.

(12:34 AM IST)