News of Sunday, 19th May 2024
મુઝફ્ફરપુરમાં આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ જાહેરસભાને સંબોધન કરતા લાલૂ પર ખૂબ પ્રહારો કર્યા

મુઝફ્ફરપુર, તા.૧૯,
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા પહેલા પ્રચારના અંતિમ દિવસોમાં તમામ રાજકીય પાર્ટીઓ પોત-પોતાના તરફથી જોર લગાવીને પ્રદર્શન કરી રહી છે. પાંચમા તબક્કાના ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બિહારના મુઝફ્ફપુરમાં એનડીએ તરફથી ચૂંટણી સભા અને રોડ શોનું આયોજન થયું હતું. આ ક્રમમાં મુઝફ્ફરપુરમાં આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ પણ ભાજપના ઉમેદવાર ડો. રાજભૂષણ નિષાદના સમર્થનમાં જાહેરસભાને સંબોધન કર્યું. જાહેરસભઆને સંબોધન કરતા સીએમ હિમંત બિસ્વાએ લાલૂ પરિવાર પર આકરા પ્રહારો કરતા મોટું નિવેદન આપી દીધું હતું.
મુઝફ્ફરપુરના કટરા વિસ્તારના યઝુઆરમાં આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ જાહેરસભાને સંબોધન કરતા લાલૂ યાદવ પર ખૂબ પ્રહારો કર્યા હતા. તેમણે લાલૂ યાદવ દ્વારા મુસલમાનોને અનામત આપવાના નિવેદનને લઈને પણ લાલૂ પરિવાર પર ટાર્ગેટ કર્યો હતો. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, મુસલમાનોને અનામત આપવા માગે છે, પણ આ નવું ભારત છે. અહીં મુસલમાનોને અનામત નહીં મળે. જો એટલી જ હમદર્દી હોય તો બંને દીકરાઓને લઈને પાકિસ્તાન જતા રહો.
આપને જણાવી દઈએ કે, પાંચમા તબક્કાને મતદાનને લઈને આજે ચૂંટણી પ્રચારનો છેલ્લા દિવસે મુઝફ્ફરપુરમાં ભાજપ ઉમેદવાર ડો. રાજભૂષણ નિષાદના સમર્થનમાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, હરિ સાહનીએ રોડ શો કર્યો. આ દરમ્યાન હજારોની સંખ્યામાં સમર્થકો આ રોડ શોમાં જોડાયા હતા. આ દપમ્યાન લોકોમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
