News of Sunday, 19th May 2024
બેંગલુરુથી કોચી જઈ રહેલી 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોની ફ્લાઈટના એન્જીનમાં અચાનક આગ લાગી
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફુલ સ્કેલ ઇમરજન્સી જાહેર કરાઇ

બેંગલુરુ: ગત રાત્રે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે કોચી માટે ટેક ઓફ કર્યા બાદ અચાનક એન્જિનમાં આગ લાગી હતી, જેને કારણે ફ્લાઈટનું બેંગલુરુ પર ઈમરજન્સી લેન્ડીંગકરાવવામાં આવ્યું હતું, આ ઘટનાને ક્રમે ફુલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ એક નિવેદનમાં જણાવ્યું કે “ફ્લાઇટ IX 1132 એ 23:12 કલાકે એક એન્જિનમાં આગ લાગવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેને કારણે ફુલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. લેન્ડિંગ પછી તરત જ આગ ઓલવાઈ ગઈ હતી. તમામ 179 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને એરક્રાફ્ટમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.”
બેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) નું સંચાલન કરે છે, આ એરપોર્ટ દેશના ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ, જણાવ્યું કે એરક્રાફ્ટના જમણા એન્જિનમાં આગની જ્વાળાઓને કારણે પાઇલોટ્સે બેંગલુરુ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
