<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

પતંજલિની સોન પાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણને જેલમાં ધકેલાયા: દંડ પણ ફાટકરાયો

છ મહિનાની જેલ અને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો

પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તાજેતરમાં સહાયક મેનેજર સહિત ત્રણ લોકોને જેલમાં મોકલી દીધા છે અને પતંજલિ સોન પાપડીની નબળી ગુણવત્તાના સંબંધમાં દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે ફૂડ સિક્યુરિટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની કલમ 50 હેઠળ છ મહિનાની જેલ અને 25,000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે.

   બાબા રામદેવની આયુર્વેદિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પતંજલિની પરેશાનીઓ અટકી રહી નથી. આ પહેલા ભ્રામક જાહેરાતના મામલામાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો હતો, હવે પતંજલિ સાથે જોડાયેલા વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પિથોરાગઢના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે તાજેતરમાં સહાયક મેનેજર સહિત ત્રણ લોકોને જેલમાં મોકલી દીધા છે અને પતંજલિ સોન પાપડીની નબળી ગુણવત્તાના સંબંધમાં દંડ પણ ફટકાર્યો છે. 

    હકીકતમાં, વર્ષ 2019 માં, પિથૌરાગઢના બેરીનાગના મુખ્ય બજારમાં લીલા ધાર પાઠકની દુકાનમાં પતંજલિ નવરત્ન એલચી સોન પાપડીની ગુણવત્તા વિશે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ 17 ઓક્ટોબરે ખાદ્ય સુરક્ષા નિરીક્ષકે દુકાનની મુલાકાત લીધી હતી. . પ્રક્રિયા મુજબ, નિરીક્ષકે સોન પાપડીના નમૂના એકત્રિત કર્યા અને કાન્હા જી ડિસ્ટ્રીબ્યુટર, રામનગર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વારને નોટિસ પાઠવીહતી 

  આ પછી, મે 2020 માં ઉધમ સિંહ નગરના રૂદ્રપુરમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબમાં ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના રિપોર્ટમાં ઉત્પાદનની ગુણવત્તામાં ખામીઓ બહાર આવી હતી. જે બાદ લીલા ધાર પાઠક, પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર અને અન્ય બિઝનેસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

   અનેક સુનાવણી બાદ કોર્ટે પાઠક, જોશી અને કુમારને ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006ની કલમ 50 હેઠળ છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ સિવાય પાઠક પર 5,000 રૂપિયા, જોશી પર 10,000 રૂપિયા અને આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર પર 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા અધિકારીએ કહ્યું, "કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે ઉત્પાદનની નબળી ગુણવત્તા દર્શાવે છે.

(5:33 PM IST)