<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

તરતું શહેર છે આ શિપ:એડવાન્સ બુકિંગ 2026 સુધી થઇ ગયું : જુઓ આનંદ મહિન્દ્રાએ શેર કરેલો વીડિયો

સી શિપનું આઇકોન એટલું મોટું છે કે તેનું વજન ટાઇટેનિક કરતાં પાંચ ગણું વધારે:. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરતા કહ્યું-ટૂંક સમયમાં અમારી પોતાની ક્રૂઝ પણ હશે.

નવી દિલ્હી :વિશ્વનું સૌથી મોટું ક્રુઝ શિપ 'આઈકન ઓફ ધ સી' તરીકે ઓળખાય છે. આ જહાજ પોતાનામાં તરતું શહેર છે. આ જહાજ આ વર્ષે જાન્યુઆરીમાં તેની પ્રથમ સફર પર નીકળ્યું હતું. તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે વર્ષ 2026 સુધી તેનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ જહાજનો વીડિયો શેર કર્યો છે.

  રોયલ કેરેબિયનનું આઇકોન ઓફ ધ સી આશરે 1,200 ફૂટ (365 મીટર) લાંબુ છે. આ જહાજની કિંમત 200 કરોડ રૂપિયા છે. એફિલ ટાવરની ઊંચાઈ કરતાં વધુ ઊંચા આ જહાજમાં 20 ડેક છે, જેમાં છ વોટરસ્લાઈડ્સ, સાત સ્વિમિંગ પૂલ, આઈસ સ્કેટિંગ રિંક, એક થિયેટર અને 40 થી વધુ રેસ્ટોરાં, બાર અને લાઉન્જ છે.

  મનોરંજન માટે 16 ટીમ ઓર્કેસ્ટ્રા, 50 સંગીતકારો અને હાસ્ય કલાકારો પણ છે જે મુસાફરોનું મનોરંજન કરે છે. આ જહાજ એક સમયે 7,600 મુસાફરોને લઈ જઈ શકે છે અને તેમાં 2,350 સ્ટાફનો પણ સમાવેશ થાય છે. તેમાં બે એન્જિન છે. ખાસ વાત એ છે કે આઇકોન ઓફ ધ સી નેચરલ ગેસ (LNG) પર ચાલી શકે છે, જે પ્રદૂષણને ઘટાડે છે.

   આઇકોન ઓફ ધ સી ખાતે એક સેન્ટ્રલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં 33,000 થી વધુ છોડ છે. આ જહાજ પર 200 ફૂટ ઊંચો બંધ ગુંબજ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જહાજ એટલું મોટું છે કે તેનું વજન ટાઈટેનિક કરતા પાંચ ગણું વધારે છે.

 આ જહાજનું હોલિડેનું ભાડું 3 લાખ રૂપિયાથી લઈને 83 લાખ રૂપિયા સુધીની ટિકિટના હિસાબે તમે શિપ પર ઉપલબ્ધ સુવિધાઓનો આનંદ લઈ શકો છો. આ જહાજનું વર્ષ 2026 સુધી એડવાન્સ બુકિંગ છે. આ જહાજનો વિડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે ભારતીયોની દુનિયામાં બે સૌથી મોટી પ્રવાસી વસ્તી હશે અને કદાચ ત્યાં સુધીમાં આપણે આપણા પોતાના ક્રુઝ શિપની માંગ કરીશું અને આપણી પાસે પણ આપણી પોતાની એક ક્રુઝ હશે

(7:43 PM IST)