News of Sunday, 19th May 2024
ચાંદીએ રોકાણકારોને બખ્ખા કરાવ્યા :સોના કરતા વધુ વળતર આપ્યું :સેન્સેક્સ-નિફ્ટીમાં એકંદરે સુસ્ત વલણ
સોનાએ અત્યાર સુધીમાં 17.06 ટકાનું ઉત્તમ વળતર આપ્યું જયારે ચાંદીએ તેના રોકાણકારોને 22.29 ટકાનું બમ્પર વળતર આપ્યું

મુંબઈ : રોકાણકારોના મનમાં સતત એ પ્રશ્ન રહે છે કે સોના ચાંદી જેવા કિંમતી ધાતુમાં રોકાણ કરવું કે પછી શેરબજારમાં રોકાણ કરવું વધારે યોગ્ય છે. આ પૈકી જોખમી રોકાણ વિકલ્પો કયા છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ પર વળતરની વ્યાપક સંભાવના રહેતી હોય છે. જોકે આ વર્ષના આંકડા વળતરની બાબતમાં બિલકુલ અલગ છે. આ વર્ષે સોના અને ચાંદીએ રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. જ્યારે નિફ્ટી અને સેન્સેક્સે વર્ષ 2024માં અત્યાર સુધી ખાસ વળતર આપ્યું નથી. જાણો આ આંકડાકીય માહિતીને સમજીએ
શુક્રવારે એમસીએક્સ એક્સચેન્જ પર સોનાની સ્થાનિક વાયદાની કિંમત 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જો તમે આ વર્ષની શરૂઆતમાં સોનામાં રોકાણ કર્યું હોત તો અત્યાર સુધીમાં તમને સારું વળતર મળી ગયું હોત. સોનુંએ આ વર્ષે અત્યાર સુધીમાં 17.06 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે.
આ સમયમાં ચાંદીના ભાવ પણ આસમાને છે. શુક્રવારે એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીની સ્થાનિક વાયદા કિંમત રૂપિયા 91,149 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીએ તેના રોકાણકારોને 22.29 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. આ રીતે સોના કરતાં ચાંદીએ વધુ વળતર આપ્યું છે. જો તમે આ વર્ષની શરૂઆતમાં ચાંદીની ખરીદી કરી હોત તો આજે તમને ઘણો નફો થયો હોત.
સોના-ચાંદી ઉપરાંત ભારતીય શેરબજાર આ વર્ષે અત્યાર સુધી સુસ્ત રહી છે. શનિવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 74,005 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 22,502 પર બંધ થયો છે. વળતરની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીએ આ વર્ષે અત્યાર સુધીમાં ખૂબ જ નજીવા વળતર આપ્યું છે. નિફ્ટીએ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3.59 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે આ વર્ષે સેન્સેક્સે અત્યાર સુધીમાં માત્ર 2.32 ટકા જ વળતર આપ્યું છે
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
