<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

રાત્રે JCBથી તળાવમાં ખોદકામ વેળાએ અચાનક અવાજ આવ્યો કે ડ્રાઈવર ડરીને ભાગવા લાગ્યો

મધ્ય પ્રદેશના દમોહમાંથી એક ચોંકાવનારો કિસ્સો:પ્રાચીન તલૈયામાં મોડી રાતે જેસીબીથી ખોદકામ ચાલતું હતું : સવારે લોકોની ભીડ એકઠી થઈ તો આખું પ્રશાસન દોડતું થયું,

મધ્ય પ્રદેશના દમોહમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાચીન તલૈયામાં મોડી રાતે જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે ટન કરતો અવાજ સંભળાયો. જેમ કે કંઈક તૂટ્યું હોય. ડ્રાઈવરે ઉતરીને જોયું તો, ડરી ગયો. તે ત્યાંથી જોઈને ભાગી ગયો. સવારે લોકોની ભીડ એકઠી થઈ તો આખું પ્રશાસન દોડતું થયું હતું

દમોહથી 14 કિમી દૂર પવિત્ર તીર્થ સ્થળ જાગેશ્વર નાથ ધામ બાંદકપુરમાં પશુ હોસ્પિટલ નજીક પ્રાચીન તળાવ છે. જ્યાં રાતના અંધારામાં ગેરકાયદેસર રીતે જેસીબી મશીનથી મોરમ ખનનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન ખોદકામ કરતા ટનનો અવાજ સંભળાયો તો ડ્રાઈવર નીચે ઉતર્યો. તેણે જોયું તો, ત્યાં 2 પ્રતિમાઓ જુની હતી તે દેખાઈ

   પ્રતિમાઓ જોયા બાદ જેસીબી મશીન ઓપરેટર ત્યાંથી ફરાર થઈ ગયો. તેને લાગ્યું કે પ્રતિમાઓ ખંડિન ન થાય અને તે કારણવગરનો પકડાઈ જશે. મંદિરના ટ્રસ્ટી રામ કૃપાલ પાઠકે જણાવ્યું કે, સવારની વાત છે, જ્યારે ગામ લોકોની નજર તળાવ પર પડી તો તેમણે ત્યાં 2 પ્રતિમાઓ જોઈ, જેના દર્શન અને પૂજન કરવા માટે ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. 

  જ્યારે આ વાતની જાણકારી લોકોને થઈ તો સવારથી આ જગ્યા પર પૂજા અર્ચના કરવા માટે ભક્તોની અવરજવર થવા લાગી. ત્યાર બાદ નજીકના પોલીસ સ્ટેશન અને જિલ્લા પ્રશાસનને આ પ્રતિમાઓની સૂચના આપવામાં આવી. જનપદ સીઈઓથી લઈને પટવારી અને પોલીસ ઘટનાસ્થળે આવી ગયા. બંને પ્રતિમાઓને સુરક્ષિત મંદિર પરિસરમાં મુકાવી દીધી. 

રાની દમયંતી પુરાતત્વ સંગ્રહાલયમાં પદસ્થ પુરાતત્વ અધિકારી ડો. સુરેન્દ્ર ચૌરસિયાએ લોકલ 18ને જણાવ્યું કે, આ બંને પ્રતિમાઓ 11મીથી 12મી સદીની છે. તેનો આધાર જાણ્યો, આ વાતની સૂચક છે કે વૈષ્ણવ ધર્મના લોકો અહીં રહેતા હતા. પ્રતિમાઓમાં કિરીટ મુકુટ, ઉરુ માલાનું અંકન દેખાઈ રહ્યું છે, જે ત્રિભંગ અવસ્થામાં છે, તે ભગવાન વિષ્ણુ કહેવાય છે. પ્રતિમાઓ દોઢથી 2 ફુટની છે. .


 

(7:55 PM IST)