News of Sunday, 19th May 2024
IPL 2024: રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ચાર વિકેટે જીત્યું :પંજાબને મોટો સ્કોર પણ બચાવી શક્યું નહીં
અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીનું વિસ્ફોટક સ્ટાઈલથી બેટિંગ: ચાર વિકેટની જીત સાથે, SRH પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી ગયું

મુંબઈ : પંજાબ કિંગ્સના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અર્શદીપ સિંહે ખતરનાક ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો હતો. જો કે આ પછી અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીએ વિસ્ફોટક સ્ટાઈલથી બેટિંગ કરી હતી. અભિષેક ત્રિપાઠી 71 રનના સ્કોર પર હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ તેણે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ પછી નીતિશ રેડ્ડીએ અભિષેક શર્માને સમર્થન આપ્યું હતું.
આ પહેલા પ્રભસિમરન સિંહ (71), રિલે રૂસો (49) અને અથર્વ તાયડે (46)ની શાનદાર બેટિંગના આધારે પંજાબ કિંગ્સે રવિવારે આઈપીએલની 69મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઈજાગ્રસ્ત શિખર ધવન અને સેમ કુરાનની ગેરહાજરીમાં કેપ્ટન બનાવવામાં આવેલા જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી નટરાજને બે વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ અને વી વિજયકાંતે એક-એક બેટ્સમેનને આઉટ કર્યા હતા.
લાઈવ સ્કોર- મેચના અંતે હૈદરાબાદની ટીમ ચોક્કસપણે ક્ષીણ થઈ ગઈ પરંતુ અંતે તે જીતી ગઈ. ચાર વિકેટની જીત સાથે, SRH પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી ગયું છે. હવે જો રાજસ્થાનની ટીમ તેની મેચ નહીં જીતે તો હૈદરાબાદ પ્રથમ પ્લેઓફ રમવા માટે લાયક બની જશે
સારી બેટિંગ કરી રહેલ હેનરિક ક્લાસેન હરપ્રીત બ્રારનો શિકાર બન્યો હતો. આ સાથે જ મેચ છેલ્લી ક્ષણોમાં થોડી રસપ્રદ બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
