<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

દિલ્હી ભઠ્ઠીમાં શેકાયું: હીટવેવને કારણે 'રેડ એલર્ટ' જારી: આ ઉનાળાનું સૌથી વધુ તાપમાન નોંધાયું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે, હીટવેવને કારણે 'રેડ એલર્ટ' જારી કરેલ છે. અહી તાજેતરમાં તાપમાનમાં સતત વધારો જોવા મળ્યો છે.

આજે રવિવારે આ ઉનાળાનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. શનિવારે તાપમાન ૪૩.૬ ડિગ્રી, તો શુક્રવારે ૪૨.૫ ડિગ્રી હતું.

આજે સફદરજંગ ખાતેના સ્ટેશને રવિવારે ૪૪.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે હતું.

જ્યારે શહેરના અન્ય ભાગોમાં તાપમાનનો પારો ૪૭ ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયો હોવાનું ન્યુઝ એજન્સીના અહેવાલ જણાવે છે.

(8:49 PM IST)