તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
દિલ્હી પોલીસ જૂઠાણું ફેલાવી રહી છે, મુખ્યમંત્રી આવાસમાંથી DVR લઇ ગઈ છે: સ્વાતિ માલીવાલ કેસ પર AAPનો ખુલાસો
પોલીસે મુખ્યમંત્રી આવાસના ખાનગી વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ લીધા છે

નવી દિલ્હી :દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલના કેસને લઈને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે દાવો કર્યો છે કે જ્યારે સ્વાતિ માલીવાલે 112 પર ફોન કર્યો તો પોલીસે મીડિયાને પણ તેની જાણકારી આપી. 112 પર કેટલા કોલ આવ્યા તે ખબર નથી, પરંતુ સ્વાતિ માલીવાલના કિસ્સામાં જીડી એન્ટ્રી શેર કરવામાં આવી છે. મતલબ કે પોલીસે તેમાં રસ દાખવ્યો.
સ્વાતિ માલીવાલના મામલામાં દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હી પોલીસ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સીસીટીવી અંગે પોલીસ ખોટું બોલી રહી છે. પોલીસે મુખ્યમંત્રી આવાસના ખાનગી વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ લીધા છે
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વિભવ કુમારે પોતે દિલ્હીને મેઈલ મોકલીને તપાસમાં સહયોગ માંગ્યો હતો. મુખ્યમંત્રીને મળ્યા બાદ તેઓ પોતે પોલીસને મળ્યા હતા. ત્યારે પોલીસે કહ્યું કે તમારી અને સ્વાતિ માલીવાલની ફરિયાદ અંગે ચર્ચા કરવી છે પરંતુ બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં દિલ્હી પોલીસ વધુ એક જુઠ્ઠાણું ફેલાવી રહી છે કે સીસીટીવી મળી રહ્યા નથી, જ્યારે ગઈકાલે જ પોલીસે ડીવીઆર કબજે કર્યું હતું. આ પછી પણ તે ખોટું બોલી રહી છે
તેમણે વધુમાં કહ્યું કે 354ના કિસ્સામાં એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી, પરંતુ કોપી દરેક જગ્યાએ શેર કરવામાં આવી છે. ફરિયાદીને પણ એફઆઈઆરની કોપી બાદમાં મળી હતી. આમ આદમી પાર્ટીને બિલકુલ ન મળ્યું. દિલ્હી પોલીસ ED જેવું વર્તન કરી રહી છે. કેસમાં જે અમારા પક્ષમાં છે તેને છુપાવવામાં આવી રહી છે અને જે અમારી વિરુદ્ધ છે તે બતાવવામાં આવી રહી છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
