તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ: સંપર્ક તૂટ્યો : ઈમરજન્સી બેઠક બોલાવાઈ
ડ્રોનનો ઉપયોગ કરીને કાફલાની શોધ: જે હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું તેમાં ઈરાનના વિદેશ મંત્રી પણ સવાર હતા

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી એકનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ઈબ્રાહિમ રાયસી મુસાફરી કરી રહ્યા હતા. ઈરાનના ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિનો સંપર્ક કરી શક્યા નથી. જ્યાં આ અકસ્માત થયો હતો ત્યાં ગાઢ ધુમ્મસ છે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. રેસ્ક્યુ ટીમ હેલિકોપ્ટર સુધી પહોંચી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી માત્ર એકનું હાર્ડ લેન્ડિંગ થયું છે. ઈરાનના ગૃહમંત્રી અહેમદ વાહિદીના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ રાયસીના કાફલા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ડ્રોનનો ઉપયોગ કરીને કાફલાની શોધ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું તેમાં ઈરાનના વિદેશ મંત્રી પણ સવાર હતા.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
