<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

જૂન સુધીમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી શકે : દેશના અનેક રાજ્યોમાં તાપમાને તરખાટ મચાવ્યો .

દેશના 50 જેટલાં શહેરોમાં 45 ડિગ્રી કે તેનાથી વધારે તાપમાન નોંધાયું : નજફગઢમાં 47.4 ડિગ્રી,આગ્રામાં 46.9 ડિગ્રી,બિકાનેરમાં 46.9 ડિગ્રી,.બાગપતમાં 46 ડિગ્રી,કુરુક્ષેત્રમાં 45 ડિગ્રી .ફલૌદીમાં 45 ડિગ્રી,ગ્વાલિયરમાં 44.9 ડિગ્રી ,પટિયાલામાં ગરમીનો પારો 44.7 ડિગ્રી નોંધાયો.

આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે. જેના કારણે મે મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશના 50 જેટલાં શહેરોમાં 45 ડિગ્રી કે તેનાથી વધારે તાપમાન નોંધાયું છે. જેના કારણે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છેકે આ શહેરોમાં જૂન સુધીમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

  ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. વાત રાજધાની દિલ્લીની કરીએ તો અહીંયા તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. દિલ્લીનું નજફગઢ દેશના સૌથી ગરમ શહેરોમાં અવલ્લ બની ગયું છે. ગરમીનો પારો હાઈ જતાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ આ વર્ષે ગરમીએ હાહાકાર મચાવ્યો છે. કયા રાજ્યમાં ગરમીનો પારો ક્યાં પહોંચ્યો તેના પર નજર કરીએ તો.

દિલ્લીના નજફગઢમાં શુક્રવારે તાપમાન 47.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, આગ્રામાં 46.9 ડિગ્રી તાપમાન,બિકાનેરમાં ગરમીનો પારો 46.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે, બાગપતમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું. કુરુક્ષેત્રમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ. ફલૌદીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું. અલવરમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો. ગ્વાલિયરમાં 44.9 ડિગ્રી ગરમી નોંધાઈ. પટિયાલામાં ગરમીનો પારો 44.7 ડિગ્રી નોંધાયો છે 

ભારત, બાંગ્લાદેશ અને થાઈલેન્ડમાં ગરમીનો પારો 55 ડિગ્રી સુધી પહોંચશે. આ રિપોર્ટમાં 41 ડિગ્રી તાપમાનને ખતરનાક જણાવવામાં આવ્યું છે. જ્યારે 55 ડિગ્રી તાપમાનને અતિ ખતરનાક દર્શાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં દિલ્લીમાં 7 ડિગ્રી તાપમાન વધવાની આશંકા દર્શાવાઈ છે.

ભારતમાં દર વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ  આ પૃથ્વીનું સૌથી વધુ તાપમાન નથી. પૃથ્વી પર 10 જુલાઈ 1913નો દિવસ સૌથી વધુ ગરમ દિવસ હતો. ત્યારે કેલિફોર્નિયાના ગ્રીનલેન્ડ રેંચમાં સૌથી વધુ ગરમી પડી હતી અને તાપમાનનો પારો 56.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.

હાલમાં જે પ્રમાણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તે જોતાં આ વાતથી ઈનકાર કરી શકાય નહીં કે ભારતના અનેક શહેરોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો દેશમાં લોકોની હાલત અતિ દયનીય બની જશે. જે અંગે સરકારે અત્યારથી જ કંઈક વિચારવાની જરૂર છે( Zee ટીવીના સૌજન્યથી)

(10:37 PM IST)