<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

આગામી સપ્તાહ 3 પ્રારંભિક જાહેર ભરણાં ખુલશે : 2 SME IPO અને એક IPO મેઈનબોર્ડ પર હશે

-સૌથી સસ્તો શેર હશે ફક્ત રૂપિયા 32નો, જાણો સંપૂર્ણ માહિતી

મુંબઈ :આગામી સપ્તાહ 3 પ્રારંભિક જાહેર ભરણાં ખુલશે. આ પૈકી 2 SME IPO હશે. જ્યારે એક IPO મેઈનબોર્ડ પર હશે. SME IPOમાં વિલાસ ટ્રાન્સકોર અને GSM ફોઈલ્સનો સમાવેશ થાય છે. જ્યારે ઓફિસ સ્પેસ સોલ્યુશન્સનું ભરણું મેઈન બોર્ડ પર રહેશે.

ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ
ઓફિસ સ્પેસ સોલ્યુશન્સનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 22મી મેના રોજ ખુલી 27મી મેના રોજ બંધ થશે. જ્યારે IPO બાદ શેરનું લિસ્ટીંગ 30મી મેના રોજ થશે. આ જાહેર ભરણામાં શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 364થી રૂપિયા 383 નક્કી કરવામાં આવી છે. કંપની IPO મારફતે રૂપિયા 598.3 કરોડનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. આ IPOમાં લોટ સાઈઝ 39 શેર છે. એટલે કે તમારે ઓછામાં ઓછા 39 શેર અને ત્યારબાદ તેના ગુણાંકમાં શેર માટે અરજી કરવાની તક રહેલી છે.

GSM ફોઈલ્સ
GSM ફોઈલ્સનું પ્રારંભિક જાહેર ભરણું 24 મેના રોજ ખુલીને 28 મેના રોજ બંધ થશે. જ્યારે IPO બાદ શેરનું લિસ્ટીંગ 31મી મેના રોજ થશે. તેના IPOમાં શેરોની પ્રાઈઝ રૂપિયા 32 છે. કંપની IPO મારફતે રૂપિયા 11.01 કરોડ એકત્રિત કરશે. આ IPOમાં લોટ સાઈઝ 4000 શેરનો છે.

વિલાસ ટ્રાન્સકોર
વિલાસ ટ્રાન્સકોરનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 27મી મેના રોજ ખુલી 29મી મેના રોજ બંધ થશે. જ્યારે IPO બાદ શેરનું લિસ્ટીંગ 3 જૂનના રોજ થશે. આ IPOમાં શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 139-147 છે. કંપની IPO મારફતે રૂપિયા 95.26 કરોડ એકત્રિત કરશે. આ IPOમાં લોટ સાઈઝ 1000 શેર છે.

(11:01 PM IST)