તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
આગ્રામાં ITની મોટી કાર્યવાહી : વેપારીના ઘરેથી દરોડામાં 40 કરોડથી વધુની રોકડ મળી : નોટોની ગણતરી ચાલુ
આગ્રામાં જૂતાની કંપનીના માલિક રામનાથ ડાંગ સામેઆવકવેરા વિભાગની કાર્યવાહી :

ઉત્તર પ્રદેશના આગ્રામાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમે આગરાના એક વેપારીના ઘરેથી મોટી રકમની રોકડ જપ્ત કરી છે. કહેવાય છે કે અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. આ આંકડો હવે વધી શકે છે, કારણ કે નોટોની સતત ગણતરી થઈ રહી છે
. આગ્રામાં જૂતાની કંપનીના માલિક રામનાથ ડાંગ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. શનિવારે આવકવેરા વિભાગની ટીમે શૂ કંપનીના માલિક રામનાથના ઘરે દરોડા પાડ્યા હતા. તે સિવાય આવકવેરા વિભાગની ટીમે અન્ય વેપારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. એવું કહેવાય છે કે જે જૂતાના ધંધાર્થીઓના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ કથિત રીતે કરચોરી અને ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા હતી. જેના કારણે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા.
આવકવેરા વિભાગે દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આવી સ્થિતિમાં વધુ હુમલા થવાની સંભાવના છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
