તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
ઈરાનના લોકો ચિંતા ન કરે સરકારી કામકાજ ઉપર કોઈ અસર નહીં થાય: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખમેનીના પ્રથમ પ્રતિભાવો જાહેર થયા: પ્રેસિડેન્ટના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી: ઇમરજન્સી બેઠક બોલાવી

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખમેનીએ ઈરાનના પ્રેસીડેન્ટ ઈબ્રાહિમ રાઈસીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ આપેલા પહેલા નિવેદનમાં કહ્યું છે કે ઈરાનના વહીવટને આ દુર્ઘટનાથી કોઈ અસર થશે નહીં.
દેશને સંબોધિત સંદેશમાં ખામેનીએ ઈરાનના લોકોને કહ્યું છે કે ચિંતા ન કરો, સરકારના કામ પર કોઈ અસર નહીં થાય.
હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ખમેનીએ રાષ્ટ્રપતિ રાયસીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી છે અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સાથે ઈમરજન્સી બેઠક પણ કરી હતી.
તે જ સમયે, આઠમા શિયા ઇમામના જન્મદિવસ નિમિત્તે ઈરાનના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઈમામ રેઝાના પવિત્ર સ્થળ પર એકઠા થયેલા લોકોએ રાષ્ટ્રપતિ રાયસીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
