તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
વરસાદના કારણે IPL ની રાજસ્થાન અને કોલકતાની મેચ રદ : રાજસ્થાન રોયલ્સને મોટું નુકશાન:કઈ ટીમને મળ્યો ફાયદો ?
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ: રદ થયેલી મેચમાંથી બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી: સનરાઇઝર્સ હૈદરાબાદે બીજા નંબર પર કબજો કર્યો:નેટ રન રેટના આધારે સનરાઈઝર્સ બીજા નંબરે જ્યારે રાજસ્થાનને ત્રીજા નંબરે રહેવું પડ્યું

નવી દિલ્હી. IPLની 70મી અને છેલ્લી લીગ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. રદ થયેલી મેચમાંથી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને એક-એક મળ્યો હતો. જ્યારે KKR 14 મેચમાં 20 પોઈન્ટ સાથે ટોચ પર રહી, રાજસ્થાન રોયલ્સને મોટું નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સને 14 મેચમાં 17 પોઈન્ટ મળ્યા છે પરંતુ સંજુ સેમસનની ટીમ બીજાથી ત્રીજા સ્થાને સરકી ગઈ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના પણ 17 પોઈન્ટ છે પરંતુ તેને સારા નેટ રન રેટનો લાભ મળ્યો અને તે બીજા સ્થાને પહોંચી ગઈ. આનો અર્થ એ થયો કે હૈદરાબાદ ક્વોલિફાયર 1માં ટેબલ ટોપર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે જ્યારે હારનાર ટીમને એલિમિનેટર રાઉન્ડમાં રમવાનું રહેશે.
ત્રીજા અને ચોથા ક્રમની ટીમો ક્વોલિફાયર 2માં એકબીજાનો સામનો કરશે. એટલે કે ક્વોલિફાયર ટુમાં રાજસ્થાન રોયલ્સ અને આરસીબી ટકરાશે. આ મેચની વિજેતા એલિમિનેટર રાઉન્ડમાં ક્વોલિફાયર 1 ની હારેલી ટીમ સામે ટકરાશે. તે પછી, ક્વોલિફાયર વનની વિજેતા ટીમો અને એલિમિનેટરની વિજેતા ટીમો ફાઈનલ રમશે. પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો પાસે ફાઇનલમાં પહોંચવાની બે તક છે, તેથી ટીમો ટોપ 2માં રહેવા માંગે છે
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં ટોસ રાત્રે 10:30 વાગ્યે થયો હતો. KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 7-7 ઓવરની મેચમાં KKRએ અનુકુલ રોયને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. પરંતુ રાત્રે 10:38 કલાકે ફરી વરસાદે વિક્ષેપ પાડ્યો, જેના પછી અમ્પાયરોએ મેચ રદ જાહેર કરી
ગુવાહાટીમાં સતત વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. મેચમાં ટોસ સાંજે 7:00 કલાકે થવાનો હતો. હૈદરાબાદ અને રાજસ્થાનના સમાન 17-17 પોઈન્ટ હતા પરંતુ નેટ રન રેટના આધારે હૈદરાબાદને બીજું સ્થાન મળ્યું હતું જ્યારે રાજસ્થાનને ત્રીજા સ્થાને ખસવું પડ્યું હતું. રાજસ્થાને ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી પરંતુ 10 મેચ બાદ તે સતત ત્રણ મેચ હારી ગઈ હતી, ત્યારબાદ તેનો નેટ રન રેટ કથળવા લાગ્યો હતો
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
