તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રાયસી વિશે વ્યક્ત કરી ચિંતા: કહ્યું- સંકટના સમયમાં ઈરાનના લોકો સાથે છે
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું - રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.

નવી દિલ્હી :પીએમ મોદીએ સોશિયલ સાઇટ્સ પર ટ્વિટ કરીને કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટર ફ્લાઇટ અંગેના અહેવાલોથી ખૂબ જ ચિંતિત છે. અમે સંકટના આ સમયમાં ઈરાનના લોકો સાથે એકતામાં ઊભા છીએ અને રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.
વડાપ્રધાનર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી વિશે આવી રહેલા સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ આજે રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટર ફ્લાઇટ અંગેના અહેવાલોથી અત્યંત ચિંતિત છે. અમે સંકટના આ સમયમાં ઈરાનના લોકો સાથે એકતામાં ઊભા છીએ અને રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, દેશના વિદેશ મંત્રી અને અન્ય અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના ઉત્તર-પશ્ચિમ પર્વતીય વિસ્તારોમાં ક્રેશ થયું હતું. આ પછી, ધુમ્મસથી ઢંકાયેલા જંગલમાં ઈરાન પ્રશાસન દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
