તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
ભારતીય મૂળના હિંદુજા અને રેઉબેન બ્રિટનના સૌથી ધનીકોમાં બીજા ક્રમે
કોરોનાને કારણે નુકસાન થતા હિંદુજાએ પ્રથમ ક્રમ ગુમાવ્યો : બ્રિટનના ધનવાનોની સંપત્તિમાં પણ કોવીડના કારણે ઘટાડો

બ્રિટનમાં સૌથી અમિરોની યાદી જાહેર કરવામા આવી છે. આ યાદીમાં ભારતીય મૂળના હિંદુજા પરિવાર અને રિયૂબેન બંધુ બન્ને બ્રિટનના સૌથી ધનીઓમાં બીજા ક્રમે આવ્યા છે. બન્ને પરિવારોની સંપત્તિ ૧૬ અબજ પાઉન્ડ છે. જ્યારે પ્રથમ ક્રમે જેમ્સ ડાયસન નામના ઉધ્યોગપતિનું નામ છે જેઓની પાસે ૧૬.૨ અબજ પાઉન્ડની સંપત્તિ છે. આ યાદી ધ સન્ડે ટાઇમ્સ દ્વારા જાહેર કરવામાં આવી છે જેને ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ નામ આપવામાં આવ્યું છે.
જોકે આ રિપોર્ટમાં સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને કારણે બ્રિટનના ધનવાનોની સંપત્તિમાં ઘટાડો પણ થયો છે. આ સંકટ વચ્ચે પણ સૌથી ધનવાનોમાં બીજો ક્રમ મેળવનારા હિંદુજા ગુ્રપને શ્રીચંદ અને ગોપીચંદ આ પહેલા ગયા વર્ષે જે યાદી જાહેર કરી હતી તેમાં પ્રથમ ક્રમે હતા. જોકે તેમની કંપનીને ૬ અબજ પાઉન્ડનું નુકસાન થયું જેને પગલે તેઓ બીજા ક્રમે પહોંચી ગયા.
મુંબઇમાં જન્મેલા અને બ્રિટનના ઉધ્યોગપતિ ડેવિડ અને સાઇમન રેઉબેનને ૨.૬૬ અબજ પાઉન્ડનું નુકસાન થયું હતું. જોકે તેઓ અગાઉ પણ બીજા ક્રમે હતા જેને તેઓએ આ વર્ષે પણ જાળવી રાખ્યંુ હતું. આ બધાની સંપત્તિ પર કોરોના વાઇરસ અને લોકડાઉનની અસર જોવા મળી હતી
બીજી તરફ પ્રથમ ક્રમે આવેલા જેમ્સ ડાયસનની સંપત્તિમાં વધારો થયો હતો, ચીનના માર્કેટમાં ડાયસનની પ્રોડક્ટ ધુમ મચાવી રહી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ડાયસને ૩.૬ અબજ પાઉન્ડનો નફો કરી લીધો હતો. જેને પગલે તેની સંપત્તિમાં અચાનક ઉછાળો આવ્યો હતો. આ નફા સાથે જ ડાયસન પ્રથમ ક્રમે પહોંચી ગયા છે. ડાયસન અને તેના પરિવાર પાસે હવે બ્રિટનના ક્વીન કરતા પણ વધુ જમીન છે. ૩૬૫૦૦ એકર જમીન બ્રિટનમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
