તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 19th May 2024
ક્વોલિફાયર 1 અને એલિમિનેટર ટીમોએ નક્કી ફાઇનલ : જાણો ક્યાં કોની સાથે મુકાબલો કરશે?
ક્વોલિફાયર-1માં કોલકાતા અને સનરાઈઝર્સ હૈદરાબાદ 21મીએ અમદાવાદમાં રમશે :રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો એલિમિનેટરમાં પહોંચી:એલિમિનેટર 22 મેના રોજ અમદાવાદમાં યોજાશે

મુંબઈ : રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. મેચ રદ કરવામાં આવી હતી અને બંને ટીમોને એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી.
રવિવારે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે સર્જાયેલી વિક્ષેપ બાદ કોઈક રીતે ટોસ કરવાનો નિર્ણય લેવાયો હતો. KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ પછી ફરીથી વરસાદ શરૂ થયો અને મેચ રદ કરવામાં આવી. આ મેચ રદ્દ થયા બાદ ક્વોલિફાયર-1 અને એલિમિનેટરની ટીમો નક્કી કરવામાં આવી છે.
ક્વોલિફાયર-1માં જનાર ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ છે. 21મી મેના રોજ અમદાવાદમાં બંને ટીમો વચ્ચે મેચ રમાશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો એલિમિનેટરમાં પહોંચી ગઈ છે. એલિમિનેટર 22 મેના રોજ અમદાવાદમાં યોજાશે
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
