<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ઈરાનના પ્રેસિડેન્ટ અને સરક્ષણ મંત્રીને લઈ જતા હેલિકોપ્ટરમાં કોઈ બચ્યું હોવાના ચિન્હ નથી: દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે સળગી ગયું છે

 

ઈરાનના સરકારી મીડિયા અનુસાર ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં બચવાના કોઈ ચિહ્નો નથી. દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણ પણે સળગી ગયું છે. બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

 

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ઈરાની અધિકારીઓએ જણાવ્યું છે કે દુર્ઘટનામાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળી ગયું છે. જ્યાં દુર્ઘટના થઈ ત્યાં હવામાન ખૂબ જ ખરાબ છે.

 

ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીના વડા કહે છે સ્થિતિ સારી નથી. 

 

ઈરાનના પ્રેસિડેન્ટ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર, ઈરાનના સર્વોચ્ચ આયાતોલ્લાહ ખમૈનીના ખાસ દૂત સહિતના મહાનુભાવોને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે દુર્ગમ પહાડીઓમાં ક્રેશ થયું હતું.

(9:18 AM IST)