તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
તુર્કીશ ડ્રોને ઈરાનના પ્રેસીડેન્ટ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર ક્રેશની જગ્યા શોધી કાઢી: ઈરાની રેડ ક્રેસન્ટના વડાએ કહ્યું છે કે શોધ-અને-બચાવ ટીમો ક્રેશ સાઇટ તરફ આગળ વધી રહી છે, પરંતુ તેની સ્થિતિ "સારી દેખાતી નથી"
રવિવારે ઈરાનના પ્રેસિડેન્ટ, વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહયાન સહિતના મહાનુભાવોને લઈ જતું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું

તહેરાન: તુર્કીશ ડ્રોને ઈરાનના પ્રેસીડેન્ટ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર ક્રેશની જગ્યા શોધી કાઢી: ઈરાની રેડ ક્રેસન્ટના વડાએ કહ્યું છે કે શોધ-અને-બચાવ ટીમો ક્રેશ સાઇટ તરફ આગળ વધી રહી છે, પરંતુ તેની સ્થિતિ "સારી દેખાતી નથી". રવિવારે ઈરાનના પ્રેસિડેન્ટ, વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહયાન સહિતના મહાનુભાવોને લઈ જતું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું..
એજન્સી દ્વારા જાહેર કરાયેલા ડ્રોન ફૂટેજમાં રાત્રે એક ટેકરી પર કાળા નિશાન દેખાઈ રહ્યા છે. આ ફૂટેજમાંથી જે પણ માહિતી મળી છે તે ઈરાની અધિકારીઓ સાથે શેર કરવામાં આવી છે. અજુગતુ બન્યાની આશંકા
રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહયાનને લઈ જતું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ઈમેજ કેપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીની શોધમાં તુર્કીના એક ડ્રોનને જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટર ક્યાં ક્રેશ થયું હતું.
સમાચાર એજન્સી અનાદોલુ અનુસાર, તુર્કીએ રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટર ક્રેશના સર્ચ ઓપરેશનમાં મદદ માટે ડ્રોન મોકલ્યું હતું.
એજન્સી દ્વારા જાહેર કરાયેલા ડ્રોન ફૂટેજમાં રાત્રે એક ટેકરી પર કાળા નિશાન દેખાઈ રહ્યા છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ફૂટેજમાંથી જે પણ માહિતી મળી છે તે ઈરાની અધિકારીઓ સાથે શેર કરવામાં આવી છે.
રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહયાનને લઈ જતું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ઈરાનના ગૃહ પ્રધાન અહેમદ વાહિદીએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ રાયસી અને વિદેશ પ્રધાન હેલિકોપ્ટરમાં સવાર છે.
આ હેલિકોપ્ટરમાં ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી અને અન્ય ઘણા લોકો પણ સવાર હતા.
આ હેલિકોપ્ટર કાફલામાં કાર્યરત ત્રણ હેલિકોપ્ટરમાંથી એક છે.રાષ્ટ્રપતિ રાયસીની શોધમાં રવિવારથી જંગી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખમેનીએ કહ્યું છે કે ઈરાનના વહીવટીતંત્રને આ દુર્ઘટનાથી કોઈ અસર થશે નહીં.
ભારત સહિત દુનિયાભરના નેતાઓએ ઈરાનના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે.
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
