તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ઓરિસ્સા વિધાનસભાની ૩૫ બેઠકો અને લોકસભાની ૪૯ બેઠકો માટે પાંચમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું: રાહુલ, સ્મૃતિ ઈરાની, ઓમર અબ્દુલ્લા અને રાજના સીંગ જેવા દિગ્ગજોનું આવી મત પેટીમાં કેદ

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં આજે ૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ ગયું છે.
ઓડિશાની ૩૫ બેઠકો માટે ૨૬૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઓડિશા વિધાનસભાની કુલ ૧૪૭ બેઠકો છે. જેમાંથી ૧૩ મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ ૨૮ બેઠકો પર મતદાન થયું હતું.
બિહારની ૫, ઝારખંડની ૩, મહારાષ્ટ્રની ૧૩, ઓડિશાની ૫, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની ૭ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની ૧ બેઠક પર મતદાન થઇ રહ્યુ છે. રિઝલ્ટ ૪ જૂને એકસાથે આવશે.'આજે પાંચમાં તબક્કામાં ૮.૯૫ કરોડ મતદારો ૯૪૭૩૨ મતદાન મથકો પર મત આપી રહ્યા છે.
લોકસભાના પાંચમાં તબક્કાની ૪૯ લોકસભા બેઠકો માટે ૬૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠીમાં રાહુલ ગાંધી રાયબરેલીથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી તથા રાજનાથ સિંહ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા ચૂંટણી લડી રહ્યા છે
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
