<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ચાની લારીવાળાને IT વિભાગે ઠબકારી ૪૯ કરોડની નોટિસ

બે પટેલ બંધુઓ પર વિશ્‍વાસ કરવો ભારે પડયો

નવી દિલ્‍હી, તા.૨૦: પાટણ શહેરમાં ચાની લારી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા ચા વાળા યુવાનને ૪૯ કરોડની ઈન્‍કમટેક્‍સની નોટિસ મળવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. પાટણ શહેરના નવા ગંજ બજારમાં ચા ની લારી ચલાવતા યુવાનને ગંજ બજારમાં પેઢી ધરાવતા બે પટેલ બંધુઓ પર વિશ્વાસ કરવો ભારે પડ્‍યો છે. પાટણ શહેરના નવાગંજ બજારમાં ચાની લારી ચલાવતા બનાસકાંઠાનાં ખેમરાજ દવેને ૪૯ કરોડની નોટિસ મળતા ખેમરાજ દવેના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી...

આજથી ૧૦ વર્ષ અગાઉ ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા ગંજ બજારમા પેઢી ચલાવતા અલ્‍પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાની સહી વાળા આધારકાર્ડ ચુંટણીકાર્ડ ફોટા સહિતના વિવિધ ડોકયુમેન્‍ટ આપ્‍યા હતા જોકે ગંજબજાર મા પેઢી ચલાવતા બન્ને ભાઈઓએ ડોકયુમેન્‍ટ નો દૂર ઉપયોગ કરી અલગ અલગ બેન્‍કમા ખાતા ખોલાવી કરોડોના રૂપિયાના ગેરકાયદેસર વ્‍યવહાર કર્યા હતા બંને પટેલ બંધુઓએ ખેમરાજ દવેના ડોકયુમેન્‍ટનો દુરુપયોગ કરી વિવિધ બેન્‍કોમાં ખાતા ખોલાવી તેમજ હવાલા મારફતે વહેવારો કર્યા હતા.

આ અંગની જાણ હવે દસ વર્ષ બાદ ખેમરાજ દવેને થઇ છે. અને ૪૯ કરોડ ઉપરાંતની ઇન્‍કમટેક્‍સની નોટિસ સામાન્‍ય ગરીબ ચા વાળા ખેમરાજ દવેને મળતા તેમની હાલત કફોડી બનવા પામી છે. ખેમરાજ દવેએ હાલ તો બંને આરોપી ઈસમ અલ્‍પેશ મણીલાલ પટેલ રહેઠાણ પાટણ તેમજ વિપુલ મણિલાલ પટેલ રહેઠાણ, ઊંઝા આ બંને ઇસમો સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(8:00 PM IST)