<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

૭ ફુટ એક ઇંચ લાંબા ખલીની મુલાકાત બે ફુટ ૩ ઇંચની જયોતિ સાથે થઈ

મુંબઇ,તા. ૨૦: જેની સામે નોર્મલ હાઇટના લોકો પણ વામણા લાગે એવા ગ્રેટ ખલીની મુલાકાત વિશ્વની સૌથી ઓછી હાઇટ ધરાવતી યુવતી સાથે થાય તો શું થાય? આ સવાલનો જવાબ હાલમાં મળ્‍યો હતો. ધ ગ્રેટ ખલીએ હમણાં જ નાગપુરની જયોતિ આમગે સાથેની મુલાકાતનો એક વિડિયો સોશ્‍યલ મીડિયા પર શેર કર્યો હતો. માત્ર બે ફુટ ત્રણ ઇંચની ઊંચાઈ ધરાવતી જયોતિને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સે વિશ્વની સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલા જાહેર કરી છે. વિડિયોમાં જયારે ખલી એક હાથે જયોતિને ઊંચકી લે છે ત્‍યારે બન્નેના ચહેરા પર મજાનું સ્‍મિત રેલાય છે. ખલીએ ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરેલા વિડિયોને અત્‍યાર સુધી દોઢ કરોડથી વધારે લોકો નિહાળી ચૂક્‍યા છે.

(9:45 AM IST)