તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
‘‘પ્રેમ ના ફુલો''૧૧૯

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
અનંયાત્રા-સ્વયંમાં, સત્યમાં
પ્રિય સોહનભાઇ,
સ્નેહ. હું આનંદમાં છું. આ જ રાત્રે જ ફરી બહાર જઇ રહ્યો છું.
મુંબઇ આવી મળી શકી, તે સારું થયું. તમારી અંદર જે થઇ રહ્યું છે,
તેને જોઇ હૃદય પ્રફુલ્લિત થયું. એવી જ રીતે વ્યકિત તૈયાર થાય છે અને સત્યનાં સોપાન ચડી જવાય છે. જીવન દુન્યવી યાત્રા છે. એક યાત્રા સમય અને સ્થાન હોય છે, અને બીજી યાત્રા સ્વયંમાં અને સત્યમાં હોય છે. પહેલી યાત્રાનો અન્ત મૃત્યુમાં અને બીજીનો અમૃતમાં હોય છે. બીજી જ યાત્રા વાસ્તવિક છે, કારણ કે તે જ કયાંક પહોંચાડે છે. જે પહેલી યાત્રાને જ બધું કંઇ સમજી લે છે, તેમનું જીવન અપવ્યય થઇ જાય છે. વાસ્તવિક જીવન તે દિવસે પ્રારંભ થાય છે, જે દિવસે બીજી યાત્રાની શરૂઆત થાય છે. તમારી ચેતનામાં તે શુભારંભ થયો છે. અને હું તેને અનુભવીને આનંદથી ભરાઇ ગયો છું. માણેકલાલજીને અને બધાંને મારાં સ્નેહ.
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
