<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

લિંકન ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડનો ચોખ્‍ખો નફો ૨૮.૬૧%ના વધારા સાથે રૂ. ૯૩.૩૭ કરોડ થયો

શેરદીઠ રૂ. ૧.૮૦ ના એટલે કે ૧૮ ટકા ડિવિડન્‍ડની ભલામણ કરી છે

 મુંબઇ,તા.૨૦ :  ભારતની અગ્રણી હેલ્‍થકેર કંપનીઓ પૈકીની એક લિંકન ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડે માર્ચ ૨૦૨૪ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને ચોથા ત્રિમાસિક ગાળા માટે ઉત્‍કળષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૧૩થી નાણાંકીય વર્ષ ૨૦૨૪ સુધી દરેક વર્ષમાં તેના નફાના માર્જિન જાળવી રાખ્‍યા છે અને ચોખ્‍ખા નફામાં વળધ્‍ધિનું સીમાચિホ હાંસલ કર્યું છે. વ્‍યૂહરચનાઓ પર કેન્‍દ્રિત ધ્‍યાન અને વેલ્‍યુ એડેડ  પ્રોડક્‍ટ્‍સ માટે બિઝનેસ વિસ્‍તરણ યોજનાઓ તથા નવા બજારોમાં વિસ્‍તરણ સાથે કંપની નાણાંકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૭૫૦ કરોડની આવકનું લક્ષ્ય રાખી રહી છે. માર્ચ ૨૦૨૪ સુધી ફોરેન ઇન્‍સ્‍ટિટયૂશનલ ઇન્‍વેસ્‍ટર્સે (એફઆઈઆઈ) કંપનીમાં તેમનું હોલ્‍ડિંગ માર્ચ ૨૦૨૩ના રોજ ૧.૨૭ ટકાથી વધારીને ૩.૯૩ ટકા કર્યું છે.

 નાણાંકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન કંપનીનો ચોખ્‍ખો નફો વાર્ષિક ધોરણે ૨૮.૬૧ ટકા વધીને રૂ. ૯૩.૩૭ કરોડ થયો હતો જે નાણાંકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૭૨.૬૦ કરોડ હતો. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪માં રૂ. -૧૩૪.૩૩ કરોડની એબિટા નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩માં રૂ.૧૧૧.૬૮ કરોડની એબિટા કરતાં ૨૦.૩ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ આવક રૂ. ૬૧૪.૯૭ કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના સમાન ગાળામાં રૂ. ૫૩૨.૮૦ કરોડની કામગીરીમાંથી થયેલી કુલ આવક કરતાં ૧૫.૪૩ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૪ માટે ઈપીએસ શેરદીઠ રૂ. ૪૬.૫૮ રહી હતી. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતા શેર પર શેરદીઠ રૂ. ૧.૮૦ ના એટલે કે ૧૮ ટકા ડિવિડન્‍ડની ભલામણ કરી છે.

(11:20 AM IST)