<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

અજૂની બાયોટેક લિમિટેડનો રૂ. ૪૩.૮૧ કરોડનો રાઇ.ટ્‍સ ઇશ્‍યૂ ૨૧ મે, ૨૦૨૪ના રોજ ખૂલશે

કંપનીનો નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ.૨૫૦-૨૭૦ કરોડના વેચાણનો લક્ષ્યાંક અને ચોખ્‍ખા નફાનું માર્જિન ટર્નઓવરના ૫ ટકા રહેવાની અપેક્ષા

મુંબઇ, તા.૨૦: અગ્રણી પ્‍યોર વેજ એનિમલ હેલ્‍થકેર સોલ્‍યુશન્‍સ કંપની અજૂની બાયોટેક લિમિટેડ (NSE – AJOONI) ૨૧ મે, ૨૦૨૪ના રોજ તેનો રૂ.૪૩.૮૧ કરોડનો રાઇટ્‍સ ઇશ્‍યૂ ખોલવા જઈ રહી છે. આ ઇશ્‍યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્‍સનો જમીનની ખરીદી, સાઇટ ડેવલપમેન્‍ટ અને સિવિલ વર્ક, પ્‍લાન્‍ટ અને મશીનરી ખરીદવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે આંશિક ભંડોળ માટે તથા સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટેના નાણાંકીય ખર્ચ માટે ઉપયોગ કરવાં આવશે. કંપનીના રાઇટ્‍સ ઇશ્‍યૂ શેરદીઠ રૂ. ૫ના ભાવે ઓફર કરવામાં આવી રહ્યા છે જે ૧૮ મે, ૨૦૨૪ના રોજ રૂ. ૬.૫ના શેરના બંધ ભાવ પર ૨૦ ટકાથી વધુના ડિસ્‍કાઉન્‍ટ ભાવે છે. રાઇટ્‍સ ઇશ્‍યૂ ૩૧ મે, ૨૦૨૪ના રોજ બંધ થશે. કંપની પ્રમોટર ગ્રુપ પણ આ રાઇટ્‍સ ઇશ્‍યૂમાં ભાગ લઈ રહ્યા છે.

કંપની પ્રત્‍યેક ઇક્‍વિટી શેર દીઠ રૂ. ૫ના ભાવે કેશમાં પ્રત્‍યેક રૂ.૨ની ફેસ વેલ્‍યુના ૮,૭૬,૧૩,૭૨૧ ફુલ્લી પેઇડ અપ ઇક્‍વિટી શેર્સ ઇશ્‍યૂ કરશે જેનું મૂલ્‍ય રૂ. ૪૩.૮૧ કરોડ જેટલું થાય છે. સૂચિત રાઇટ્‍સ ઇશ્‍યૂ માટે રાઇટ્‍સ એન્‍ટાઇટલમેન્‍ટ રેશિયો ૧:૧ છે અર્થાત ૭ મે, ૨૦૨૪ની રેકોર્ડ ડેટ પર લાયક ઇક્‍વિટી શેરધારકો દ્વારા રખાયેલા પ્રત્‍યેક ૧ ઇક્‍વિટી શેર માટે પ્રત્‍યેક રૂ. ૨નો ૧ રાઇટ્‍સ ઇક્‍વિટી શેર. રાઇટ્‍સ એન્‍ટાઇટલમેન્‍ટસના ઓન-માર્કેટ હકો ત્‍યાગ કરવાની છેલ્લી તારીખ ૨૭ મે, ૨૦૨૪ છે.

(11:30 AM IST)