<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

નાણામંત્રી સાથે આવું વર્તન ! નિર્મલા સીતારમણ દિલ્‍હી મેટ્રોથી જઇ રહ્યા હતા : પાછળથી એક મહિલા આવી પછી...

નિર્મલા સીતારમણનો તાજેતરનો દિલ્‍હી મેટ્રોમાં સવારી કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે

નવી દિલ્‍હી તા. ૨૦ : નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે ૧૭ મેના રોજ દિલ્‍હી મેટ્રોમાં સવાર થઈ હતી. આ દરમિયાન તેમણે મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પણ વાત કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન સીતારામન સાથે કેટલીક એવી ઘટના બની જેનાથી તે માત્ર ચોંકી ઉઠયા એટલું જ નહિ  આ વીડિયો જોનાર વ્‍યક્‍તિ પણ આヘર્યચકિત થઈ જાય છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નિર્મલા સીતારમણ કોચમાં ઉભી છે અને થોડી સેકન્‍ડ બાદ પાછળના કોચમાંથી એક મહિલા બહાર આવે છે. આ પછી, મહિલાએ નિર્મલા સીતારમણના ખભા પર હળવાશથી થપથપાવી અને તેમને અલવિદા કહ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો ત્‍યારે રેકોર્ડ કરવામાં આવ્‍યો જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સીએ કોચિંગ ક્‍લાસની મુલાકાત લેવા પૂર્વ દિલ્‍હીના લક્ષ્મીનગરમાં દિલ્‍હી મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હતા.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાની આ હરકત બાદ સીતારમણ જવાબમાં સ્‍મિત કરે છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર શેર કરવામાં આવ્‍યો હતો. આ પછી લોકો તરફથી કોમેન્‍ટ્‍સનો ધમધમાટ જોવા મળ્‍યો હતો. અત્‍યાર સુધી આ વીડિયોને ૧૭ લાખથી વધુ વખત જોવામાં આવ્‍યો છે. પોસ્‍ટના કેપ્‍શનમાં લખ્‍યું છે કે, ‘આ મહિલાએ આવીને ભારતીય નાણામંત્રીના ખભા પર હળવાશથી થપથપાવ્‍યું.' વાયરલ વીડિયો પર એક યુઝરે કોમેન્‍ટ કરી, ‘તે ૭૦ વર્ષની છે. શું આપણે ભારતીય સન્‍માનની ભાવના ગુમાવી રહ્યા છીએ? શા માટે કોઈ યુવકે તેને સીટ ન આપી?' બીજાએ ટિપ્‍પણી કરી, ‘સાદગી એ શ્રેષ્ઠ છે'.

(11:31 AM IST)