News of Monday, 20th May 2024
સેલવિન ટ્રેડર્સ લિમિટેડ પટેલ કન્ટેનર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકાણ કરશે
કંપનીએ તેની વ્યાપારિક કામગીરીમાં સફળતાપૂર્વક બદલાવ કર્યા છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૪માં ૫૬ ટકાના વધારા સાથે કુલ આવક રૂ. ૬૧.૭ કરોડ જેટલી નોંધાવી છે

મુંબઇ, તા.૨૦: અમદાવાદ સ્થિત સેલવિન ટ્રેડર્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પટેલ કન્ટેનર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકાણ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપની પટેલ કન્ટેનરમાં ૩૬ ટકા હિસ્સો ખરીદશે જે આગામી બે વર્ષમાં ૫૧ ટકા સુધી વધારી શકાશે. સેલવિન ટ્રેડર્સ દ્વારા રોકાણનો ગુજરાતના ભાવનગર જિલ્લાં લોજિસ્ટિક કન્ટેનર્સ માટે નવી ઉત્પાદન સુવિધા ઊભી કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. પટેલ કન્ટેઈનરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં ભાવનગરમાં ઉત્પાદન એકમ માટે રૂ. ૪૫ કરોડનું રોકાણ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી ભાવનગર જિલ્લામાં લોજિસ્ટિક કન્ટેનર માટે સુવિધા સ્થાપી શકાય. આ પ્રોજેક્ટથી ૧૦૦ લોકો માટે રોજગારીનું સર્જન થવાનો અંદાજ છે અને વર્ષ ૨૦૨૫માં શરૂ થવાની અપેક્ષા છે. ભાવનગર આ એકમ માટે વ્યૂહાત્મક લાભો પ્રદાન કરે છે, જેમાં નજીક રહેલા મુખ્ય પોર્ટ્સ અને વેપાર માર્ગોનો સમાવેશ થાય છે, જે લોજિસ્ટિક્સ અને વિતરણને શ્રેષ્ઠ બનાવશે. નાણાંકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન કંપનીએ તેની વ્યાપારિક કામગીરીમાં સફળતાપૂર્વક બદલાવ કર્યા છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૩૯.૬૦ કરોડની સરખામણીએ રૂ. ૬૧.૭ કરોડની કુલ આવક સાથે ૫૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
