<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

પંજાબમાં ભાજપનો જોરશોર પ્રચાર કરતા બ્રિજેશ મેરજા

રાજકોટ : પંજાબમાં લોકસભાની ૧૩ બેઠકો પર તા.૧ જુને મતદાન થનાર છે. ભાજપ ત્‍યાં સ્‍વતંત્ર રીતે ચુંટણી લડે છે. ગુજરાતના અગ્રણીઓત્‍યાંના વિવિધ વિધાનસભા મતક્ષેત્રોમાં  જવાબદારી સોંપાયેલ છે. ગુજરાતના ભુતપુર્વ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા પણ જવાબદારીના ભાગરૂપે બાથીડા બઠક પર પ્રચારમાં વ્‍યસ્‍ત છે. કાર્યકરોની બેઠકો, ગ્રુપ બેઠકો, લોકસપર્ક જાહેરસભા વગેરે દ્વારા ભાજપને જીતાડવા પ્રયત્‍નશીલ છે. તેમણે ભાજપના પ્રદેશ મહામંત્રીશ્રી સોઢી સાથે પણ મુલાકાત કરી હતી.

(11:46 AM IST)