<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

બંધ હો જા સીમ સીમ

ટૂંક સમયમાં ૧૮ લાખ સીમ થઇ જશે બ્‍લોક

સરકારના નિશાન પર છે સાયબર ચોરો

નવી દિલ્‍હી,તા. ૨૦: ટેલીકોમ ઓપરેટરો રેકોર્ડ બ્રેક ૧૮ લાખ જેટલા મોબાઇલો, સરકારના ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ રોકવાના પહેલા પગલા તરીકે બંધ કરે તેવી શકયતા હોવાનું અધિકારીઓએ કહ્યુ હતું.

વિભિન્‍ન કાયદાકીય એજન્‍સીઓ દ્વારા મોબાઇલ કનેકશનોનો સાયબર ક્રાઇમ અને નાણાકીય ફ્રોડમાં ઉપયોગ થતો હોવાની સંપૂર્ણ તપાસ કરાયા પછી આ બન્‍યું છે.

આ બાબતથી માહિતગાર એક અધિકારીએ જણાવ્‍યું, ‘તપાસ દરમ્‍યાન જાણવા મળ્‍યુ છે કે કેટલાક બનાવોમાં એક જ મોબાઇલમાં હજારો સીમ વાપરવામાં આવ્‍યા હતા.'

૯ મે એ ટેલીકોમ વિભાગે ટેલીકોમ કંપનીઓને ૨૮૨૦૦ હેન્‍ડસેટને ડીસકેનકટ કરવા અને ૨૦ લાખથી વધારે કનેકશનોને રીવેરીફાય કરવા કહ્યુ હતું.

અધિકારીએ કહ્યુ, ‘સામાન્‍ય રીતે અમારા ધ્‍યાનમાં આવ્‍યુ છે આવી ઘટનાઓમાં ૧૦ ટકા કનેકશનોનું રી-વેરીફીકેશન થાય અને બાકીના વેરીફીકેશન કર્યા વગર ડીસકનેકટ કરી દેવાય છે. ૧૫ દિવસમાં ટેલીકોમ કંપનીઓ રીવેરીફીકેશન કરી લે ત્‍યાર પછી ડીસકનેકશન કરી દેવામાં આવશે.'

દેશભરમાં ૨૦૨૩માં ૧૦૩૧૯ કરોડ રૂપિયાના ફ્રોડ ૨૦૨૩માં મોબાઇલ ફોન દ્વારા થયા હોવાનું નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ (એનસીઆરપી)ના રિપોર્ટમાં કહેવાયું છે.

એનસીઆરથી અનુસાર ૨૦૨૩માં ૬,૯૪,૦૦૦થી વધારે સાયબર ફ્રોડની ફરિયાદો મળી હતી. ફ્રોડ કરનારાઓ વિભિન્‍ન ટેલીકોમ સર્કલના સીમ એજન્‍સીઓના રડારથી બચવા માટે વાપરતા હોય છે.

(11:59 AM IST)