તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
મોબાઇલ કંપનીના બોસે પોતાના હેલ્થ ચેકઅપ માટે માણસને મોકલી દીધો
નવલકિશોર રામ નામના આ માણસની પણ પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી તા. ૨૦ : બોસ પોતાનાં કામ તેના કર્મચારીના માથે નાખે એવું ઘણી ઓફિસમાં બનતું હોય છે, પણ લાવા ઇન્ટરનેશનલ મોબાઇલ કંપનીનો કિસ્સો અનોખો છે. આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હરિઓમ રાય સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટનો કેસ ચાલી રહ્યો છે.
રાયે ધરપકડથી બચવા માટે હાર્ટની ગંભીર બીમારીનું બહાનું આગળ કર્યું હતું એટલું જ નહીં, એ માટેના જરૂરી મેડિકલ ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કર્યા હતા. જોકે એમ છતાં રાયની ધરપકડ થઈ અને હવે તેમને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કારણ એ છે કે હાર્ટના મેડિકલ ચેકઅપ માટે હરિઓમ રાયે જાતે હોસ્પિટલ જવાને બદલે પોતાનો માણસ મોકલી દીધો હતો. નવલકિશોર રામ નામના આ માણસની પણ પોલીસે અરેસ્ટ કરી છે. ઇડીએ કોર્ટમાં સુનાવણી દરમ્યાન આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. એ પછી કોર્ટે તેમને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. રાય સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
