<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

આજે એવી સરકાર ચૂંટવા મતદાન કરો જે તમામ વર્ગોનું કલ્‍યાણ, સીમા સુરક્ષા, વિરાસતોના સન્‍માન માટે પ્રતિબધ્‍ધ હોય

અમિતભાઇએ પાંચમા તબક્કાના મતદાન પહેલા કર્યુ ટ્‍વીટ

નવી દિલ્‍હી : અમિતભાઇ શાહે પાંચમા તબક્કાના મતદાન માટે મતદારોને ઉત્‍સાહપૂર્ણ મતદાન કરવા અપીલ કરતું ટ્‍વીટ કર્યું હતું. ટ્‍વીટમાં જણાવ્‍યા મુજબ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાર ભાઇઓ - બહેનો, આજે એક એવી સરકાર ચૂંટવા માટે ઐતિહાસિક મતદાન કરો જે તમામ વર્ગોના કલ્‍યાણ, સીમા સુરક્ષા, વિરાસતોના સમ્‍માન માટે પ્રતિબધ્‍ધ હોય. એક એવી વ્‍યવસ્‍થા ચૂંટવા માટે મતદાન કરો જેની પાસે દુરંદર્શી નેતૃત્‍વ, કામ કરવાનો ટ્રેક રેકોર્ડ અને દેશના ભવિષ્‍યને ઉજ્જવળ બનાવવાનું વિઝન હોય. વિકસીત ભારતના સંકલ્‍પને સિધ્‍ધ કરવા માટે મતદાન જરૂર કરો.

(12:48 PM IST)