<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

નાઇલ નદીની શાખાને શોધવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા

હજારો વર્ષ પહેલા ઇજીપ્‍તના પીરામીડો નજીક વહેતી હતી નાઇલ નદી : ૪૨૦૦ વર્ષ પહેલા ભયંકર દુકાળમાં સૂકાઇ ગઇ હતી

લંડન તા. ૨૦ : વૈજ્ઞાનિકોને ઇજીપ્‍તના ગીઝાના પીરામીડોની પાસે નાઇલ નદીની દબાયેલી શાખા મળી છે. સદીયો પહેલા નાઇલ નદી અહીંયાથી પસાર થતી હતી. તેની શાખા રણની નીચે દબાઇ ગઇ હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેનાથી ખબર પડે છે કે ૩૭૦૦થી ૪૭૦૦ વર્ષ પહેલા પીરામીડોને ખાસ શૃંખલામાં કેમ બનાવાયા હતા. ત્‍યારે નદીના કારણે આ હર્યો-ભર્યો વિસ્‍તાર હતો. અહીં ૩૧ પિરામીડો શૃંખલામાં બનાવાયા હતા.

પ્રાચીન મિસરની રાજધાની મેમફીસના પાસેની પટ્ટીમાં ગીઝાના પિરામીડ દુનિયાની ૭ અજાયબીઓમાં એક છે. અહીં ખફરે, ચેપ્‍સ અને માયકેરીનાસ પિરામીડો પણ છે. પુરાતત્‍વ શાષાીઓનું માનવુ હતું કે, પિરામીડોની ખાસ જળમાર્ગ રહ્યો હશે જેનો ઉપયોગ મીસરવાસીઓ નિર્માણ સામગ્રીના પરિવહન માટે કરતા હશે.

રિસર્ચરો અનુસાર, એવું બન્‍યું હશે કે આ વિસ્‍તારમાં ૪૨૦૦ વર્ષ પહેલા ભયંકર દુકાળના કારણે નદીનો આ ભાગ સૂકાઇ ગયો અને રેતીની નીચે દબાઇ ગયો.

(12:50 PM IST)