News of Monday, 20th May 2024
હવે નહીં આવે ક્રેડિટ કાર્ડ, લોનવાળા ફેક કોલ્સ :અણગમાત કોલથી મોબાઈલ ફોન યૂઝર્સને રાહત અપાવવા તૈયારીઓ
ટૂંક સમયમાં જ કોલર નેમ પ્રેઝન્ટેશનનો (સીનેપ)પાયલટ પ્રોજેક્ટ શરુ થશે: આ પ્રકારના કોલને રોકવા માટે સરકારી મોટી દંડની રકમની જોગવાઈ

ફોટો call
નવી દિલ્હી :અણગમાત કોલથી મોબાઈલ ફોન યૂઝર્સને રાહત અપાવવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રયાસ કરે છે,ટૂંક સમયમાં જ કોલર નેમ પ્રેઝન્ટેશનનો (સીનેપ)પાયલટ પ્રોજેક્ટ શરુ થવા જઈ રહ્યો છે. બીજી બાજુ આ પ્રકારના કોલને રોકવા માટે સરકારી મોટી દંડની રકમની જોગવાઈ માટે પણ નિયમ લાવવાની તૈયારીમાં છે. આ ઉપરાંત એવા નંબર પર પણ નજર રાખવામાં આવશે જેનાથી બે-ત્રણ કલાકમાં ઘણી મોટી સંખ્યામાં કોલ થઈ રહ્યાં હોય.
ટેલિકોમ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સીનેપનો પાયલટ પ્રોજેક્ટ શરુ કરવાની તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે અને ટૂંક સમયમાં જ આ શરુ થઈ જશે. દેશના કોઈ ખાસ વિસ્તારથી આ પાયલટ પ્રોજેક્ટ શરુ કરાશે. સીનેપથી એ ફાયદો થસે કે કોલ આવવા પર નંબરની સાથે નામનો પણ ખ્યાલ આવી જશે. તેનાથી કોલ ઉઠાવવામાં મદદ મળશે. કૉમર્શિયલ તેમજ માર્કેટિંગ કૉલ માટે અલગ નંબરની સીરીઝ જાહેર થશે, કે જેથી યૂઝર્સને ખ્યાલ રહે કે આ કૉલ તેમણે ઉઠાવવો છે કે નહીં.
તો યૂઝર્સના મામલે મંત્રાલય પણ અણજોઈતા કૉલને લઈને નિયમ બનાવવા જઈ રહ્યું છે અને કૉલ સેન્ટર, પ્રમોશનલ કૉલ કરનારા વિરુદ્ધ બિન કાયદાકીય વેપાર અંતર્ગત કાર્યવાહી કરવાની જોગવાઈ લાવવામાં આવી શકે છે. તેમના પર મોટો દંડ લગાડવાની પણ વ્યવસ્થા હશે. બીજી એક તૈયારી એ પણ થઈ રહી છે કે જે નંબરથી ઘણાં કૉલ આવી રહ્યાં છે, તેની તપાસ કરાશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. અણજોઈતા કૉલના નંબરને બ્લોક કરવાની સુવિધા પણ છે, પરંતુ માર્કેટિંગ વાળા કૉલર્સ પછી બીજા નંબર પરથી કૉલ કરવા લાગે છે તેથી જે નંબરથી બે-ચાર કલાકમાં ઘણાં કૉલ આવશે તો તેની તપાસ થશે.
ટેલિકોમ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે ચોરીનો મોબાઈલને બ્લોક કરવાથી લઈને સિમ કાર્ડના ખોટા ઉપયોગના મામલે સંચાર સાથી પોર્ટલની મદદથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને અણગમતા કૉલ પર સંપૂર્ણપણે અંકુશ લગાડવાની તૈયારીઓ ચાલી રહી છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
