
કેન્દ્રએ બિહારના DGP આરએસ ભાટીને સોંપી નવી જવાબદારી : IPS દલજીત સિંહ ચૌધરીને BSFની કમાન સોંપાઈ : બિહારના ડીજીપી આરએસ ભાટી (આઈપીએસ આરએસ ભાટી)ને નવી જવાબદારી આપતા કેન્દ્ર સરકારે તેમને સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલના પદ પર નિયુક્ત કર્યા:IPS અધિકારી દલજીત સિંહ ચૌહરીને BSFના ડાયરેક્ટર જનરલ બનાવાયા 10:54 PM IST
ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત : હવામાન વિભાગ દ્વારા 8 રાજ્યોને રેડ એલર્ટ જાહેર કરાયું : ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને તેલંગાણામાં ભારે વરસાદની ચેતવણી આપી :અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ:વડોદરામાં વિશ્વામિત્રી નદી ખતરાના નિશાનથી ઉપર: નીચાણવાળા વિસ્તારોમાંથી 5000 લોકોને બચાવી લેવાયા 10:49 PM IST
ભાજપ અને કોંગ્રેસે મમતા સરકારને ઘેરવાની યોજના બનાવી: હાઈકોર્ટમાંથી પણ મળી મંજૂરી : કોલકાતા ડોક્ટર બળાત્કાર-હત્યા કેસના વિરોધમાં ભાજપ અને કોંગ્રેસ મમતા સરકાર સામે વિરોધ ઉગ્ર બનાવશે: પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનની મંજૂરી નહીં મળતા બંને વિપક્ષોએ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો: જ્યાંથી તેમને લીલી ઝંડી મળી 6:24 PM IST
હવે બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓને ખુલ્લી છૂટ !:હસીનાના જતાની સાથે જ જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ હટાવી લેવાયો : બાંગ્લાદેશની યુનુસ સરકારે દેશની મુખ્ય ઇસ્લામિક પાર્ટી અને તેના જૂથો પરના પ્રતિબંધને હટાવી લીધો: કહ્યું કે તેને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી અને પક્ષે આરોપોને નકારી કાઢ્યા:તેણે પ્રતિબંધને ગેરકાનૂની અને ગેરબંધારણીય ગણાવ્યો 6:23 PM IST
'હવે બહુ થયું, હું નિરાશ અને ડરેલી છું', રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતા ડૉક્ટર મર્ડર કેસ પર દુઃખ વ્યક્ત કર્યું : પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતાના તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસ પર દુઃખ વ્યક્ત કર્યું:તેણે કહ્યું -કોઈપણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારની મંજૂરી આપી શકે નહીં6:22 PM IST
છોટા ઉદેપુરના મોટી ટોકરી ગામ પાસેની કરા નદીમાં પૂરમાં ફસાયેલી યુવતીને 3 કલાકની ભારે જહેમત બાદ બચાવી લેવાઈ : જુઓ વિડિઓ : યુવતીને લાઈફ જેકેટ પહેરાવીને ફાયર બ્રિગેડના જવાને ખભા ઉપર બેસાડીને પૂરના પાણીમાં દોરડુ પકડીને સહી સલામત કિનારે લાવી :સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવી લીધી6:21 PM IST
કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેમાં બે નવી લાઇન અને એક મલ્ટિ - ટ્રેકિંગ પ્રોજેક્ટને કનેક્ટિવિટી પ્રદાન કરવી, મુસાફરીમાં સરળતા ઊભી કરવી, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવો, ઓઇલની આયાત ઘટાડવી અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા માટે મંજૂરી આપી : પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ અંદાજે રૂ. 6,456 કરોડ છે અને વર્ષ 2028-29 સુધી પૂર્ણ થશે : આ પ્રોજેક્ટ નિર્માણ દરમિયાન આશરે 114 લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારીનું સર્જન પણ કરશે5:39 PM IST
ગુજરાતને ભારે વરસાદથી મળશે રાહત: ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ વળ્યું : હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ : છેલ્લા ત્રણ દિવસમાં 'બારે મેઘ ખાંગા' થતાં મોટા ભાગનું ગુજરાત જળમગ્ન બની ગયું છે. મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ગયા છે અને અનેક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે.1:10 PM IST
મોદી બાબુ, શું તમે બંગાળમાં આગ લગાવી રહ્યા છો? બંધ પર મમતા બેનર્જી ભડકયા : પૂછ્યું- સીબીઆઈએ અત્યાર સુધી શું કર્યું? : ડોકટરોએ કામ પર પાછા ફરવું જોઈએ - મમતા બેનર્જીએ કરી વિનંતી : કોલકાતામાં મહિલા તબીબ બળાત્કાર-હત્યા કેસને લઈને ભાજપ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની કરી રહી છે માંગ : આને લઈને કોલકાતામાં થઈ રહ્યું છે જોરદાર પ્રદર્શન3:16 PM IST
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અમેરિકામાં ભારતીયોને મળ્યા, નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી : મેમ્ફિસ, એટલાન્ટા, નેશવિલે અને આસપાસના વિસ્તારોમાં ભારતીય ડાયસ્પોરા સાથે વાર્તાલાપ કરતાં સંરક્ષણ પ્રધાન સિંહે સમુદાયના સભ્યોની સિદ્ધિઓ અને સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરી10:18 PM IST
ધનબાદમાં આવકવેરા વિભાગમાં ભ્રષ્ટાચારની જાળ : CBIએ ધનબાદમાં પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ સહિત 5 લોકોની 10 લાખ રૂપિયાની લાંચના આરોપમાં ધરપકડ કરી : આરોપીઓ કથિત રીતે વિવિધ કરદાતાઓ પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી રહ્યા હતા : સીબીઆઈએ 21 જગ્યાએ દરોડા પાડીને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે કર્યા10:36 PM IST
રાજ્યસભાની પેટાચૂંટણી પહેલા જ ભાજપે જીતનો ઝંડો લહેરાવ્યો : આસામથી લઈને રાજસ્થાન સુધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા ભાજપા ના ઉમ્મેદવારો : 9 રાજ્યોની 12 બેઠકો પર યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી પહેલા જ ભાજપે 9 બેઠકો બિનહરીફ જીતી : એનડીએના સાથી પક્ષના બે ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાયા : કોંગ્રેસને તેલંગાણા બેઠક બિનહરીફ મળી11:04 PM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજકોટ જિલ્લાના 26માંથી 25 ડેમ ઑવરફ્લો :પાણી છોડાતા 4 ગામ સંપર્કવિહોણા: 11 ફીડરો બંધ: 2200 લોકોનું સ્થળાંતર : રાજકોટ જિલ્લામાં કુલ મળીને 21 જેટલા શેલ્ટર હોમ બનાવાયા : એક લાખ ફૂડ પેકેટ આગોતરા તૈયાર રાખવા સૂચના : પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં અતિવૃષ્ટિ સંદર્ભે ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી9:46 PM IST
રાજ્યના CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન રૂ. ૯૫,૦૦૦ થી વધારીને રૂ. ૧.૩૦ લાખ પ્રતિ માસ ચૂકવવા નિર્ણય : તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂ. ૩૦૦ થી લઇ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે:કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા પ્રતિ સર્જરી અપાશે :કરાર આધારિત તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂંક બંધ કરવામાં આવી6:39 PM IST
ડીપ ડિપ્રેશન સિસ્ટમ અપડેટ : વરસાદી સિસ્ટમ છેલ્લી 6 કલાક દરમ્યાન પ્રતિ કલાકે 10 કિ.મી. ની ખુબ ધીમી ગતિએ મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી : આવતા 24 કલાક દરમ્યાન પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના : હજુ 24 કલાક સુધી દક્ષિણ - પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય - ઉતર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે : વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીન્ગા12:22 PM IST
વડોદરામાં ચોતરફ પાણીથી ઘેરાયેલી સોસાયટીઓમાં એરફોર્સ મદદે આવ્યું : હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ :જુઓ વિડિઓ : હરણી વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોએ આર્મીએ એરલિફ્ટ કર્યા :કેદારેશ્વર મંદિર, કિર્તી મંદિર અને સયાજી ગંજ ખાતે પાણીમાં ફસાયેલા 50 જેટલા લોકોનું ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટ દ્વારા રેસ્ક્યુ11:47 PM IST
ચોમાસુ ૨૦૨૪ : રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો : સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં અધધ ૧૨ ઈંચથી વધુ તેમજ જામનગર જિલ્લામાં ૧૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો : ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો11:58 AM IST
ભારે વરસાદ ના પગલે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ફુડ પેકેટ બનાવવાનું અવિરતપણે ચાલુ : -લાડવા-ગાંઠીયા, સુખડી, ભાત, પુરી,શાક, કઢી, ખીચડી સહીતની ભોજન સામગ્રી પુરી પાડી સ્થળાંતરિતોને ભરપેટ ભોજન પીરસી જઠરાગ્નિ તૃપ્ત કરતી મોરબીની સંસ્થા:.રામધન આશ્રમ-મોરબી ના મહંત પ.પૂ.રતનેશ્વરીદેવીજી ની ઉપસ્થિતી માં કચ્છ જતાં પ્રવાસીઓને આશ્રય આપતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર.8:00 PM IST
જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સતત ખડેપગે : પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા અને પ્રભારી સચિવ અનુપમ આનંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત - કલેકટર બી.કે. પંડયા : જુઓ વિડિયો : એસડીઆરએફ, આર્મી અને એરફોર્સની મદદથી લોકોનું રેકસ્યું ઓપરેશન શરૂ : આજ રોજ વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા ૨૪ જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું3:36 PM IST
પોરબંદરમાં ભારે વરસાદ ને લીધે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ: જુઓ વિડિઓ : પોરબંદરના સેવાભાવી અને રાજકીય અગ્રણી રામદેવ ભાઈ મોઢવાડિયા અને તથા તેમની ટીમે શહેરના નરસંગ ટેકરી, સુભાષનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી: ઇજનેરો સાથે જેસીબી મદદથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી11:27 PM IST
જોડીયાના બાલંભા વાડી વિસ્તારમા આજી-4 ડેમનુ પાણી ફરી વળતાઃ ૮૩ લોકોપુરમાં ફસાયાઃ પપ લોકોનું એમડીઆરની ટીમ દ્વારા રેસ્કયુ કરાયા : જુઓ વિડિઓ : ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ભરતભાઈ દલસાણીયા, જોડીયા પોલીસ, જોડીયા મામલતદાર સ્ટાફ, સહિત આગેવાનો ઉપસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન4:42 PM IST
આડેસર-સાંતલપુર-રાધનપુર રોડ બાબતે સૂચના3:49 PM IST
જુઓ દુનિયાના ટોપ 10વેલ કનેક્ટેડ એરપોર્ટ વિશે5:35 PM IST
આ જગ્યા પર દર વર્ષે થાય છે માછલીઓનો વરસાદ5:42 PM IST
શિયાળાની કાતિલ ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી મોટો અને ચમત્કારિક ધડાકો: સફેદ તલ ખાવાના અઢળક ફાયદા સામે આવતા ભારે ચકચાર: કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે હાડકાં પણ થશે લોખંડ જેવા મજબૂત : શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને અપાર શક્તિ આપતા સફેદ તલના ગુણો જાણીને મોંઘી દવાઓ ખાનારાઓ અચરજમાં :હૃદય રોગ, સાંધાના દુખાવા અને નબળાઈને જડમૂળથી ખતમ કરતા આ દેશી સુપરફૂડની ચર્ચાથી આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ5:41 PM IST
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO લોન્ચ થતા જ ૮૧.૩ અબજ ડોલર એકત્ર થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : AI ક્રાંતિના ઈતિહાસમાં અકલ્પનીય રકમ ઠલવાતા હરીફ ટેક દિગ્ગજો અને વૈશ્વિક બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરના આ ધમાકેદાર IPOથી શેરબજાર અને ટેક જગતમાં ભારે ખળભળાટ અને ચકચાર: રોકાણકારોમાં દોડધામ5:40 PM IST
કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના પેઈન્ટિંગની અધધ ૧૭૦૦ કરોડ રૂપિયામાં રેકોર્ડબ્રેક હરાજી થતા સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર : એક જ પેઈન્ટિંગના રૂ. ૧૭૦૦ કરોડ ઉપજતા કલા રસિકો:સંગ્રહખોરો અને આંતરરાષ્ટ્રીય બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો-કરોડોની બોલીઓથી હરાજી ઘરમાં સનસનાટી:વાન ગોગની કલાકૃતિની અકલ્પનીય કિંમતથી દુનિયાભરમાં ભારે ખળભળાટ અને ચકચાર5:41 PM IST















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી































































































































































































































































