<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ગંગોત્રી-યમુનોત્રી ધામમાં જબરી ભીડ :અત્યાર સુધીમાં 14 શ્રદ્ધાળુઓના મોત: ઋષિકેશમાં લોકોમાં ભારે આક્રોશ

યમુનોત્રી યાત્રા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના વધુ બે શ્રદ્ધાળુઓના મોત:તમામ મૃત્યુ હૃદય બંધ થવાના કારણે થયા

દેહરાદૂનઃ 10મી મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ છે. આ દરમિયાન કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માત્ર થોડા જ દિવસોમાં લાખો ભક્તોએ દર્શન કર્યા છે. જો કે આ દરમિયાન સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ગંગોત્રી-યમુનોત્રી ધામમાં અત્યાર સુધીમાં કુલ 14 શ્રદ્ધાળુઓના મોત થયા છે.  

    તાજેતરમાં યમુનોત્રી યાત્રા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના વધુ બે શ્રદ્ધાળુઓના મોતના સમાચાર સામે આવ્યા છે. આ તમામ મૃત્યુ હૃદય બંધ થવાના કારણે થયા છે.

   આ ઉપરાંત ચાર ધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે, જેના કારણે પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકોનો રોષ પ્રશાસન સામે ફાટી નીકળ્યો છે.

  લોકોએ પ્રશાસન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને સાથે જ નોંધણીના અભાવે વહીવટીતંત્ર સામે રોષ છે. લોકો 5-5 દિવસથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે

(1:49 PM IST)