<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

મોબાઇલ ફોટોગ્રાફીનો શોખ છે?

તેમાંથી આવક મેળવવાના આ છે પ્લેટફોર્મ્સ

મોબાઇલ દ્વારા ફોટોગ્રાફીનો શોખ કોને નથી હોતો? તમે તેમાંથી કમાણી પણ કરી શકો છો. જણાવી દઇએ કે સ્ટોક પીકચર્સ સાથે સંકળાયેલી એવી ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે જે તમને તમારા ફોટા સાથે વાજબી નાણાં ચૂકવે છે. શરત એ કે તમારે તેમની ગાઇડ લાઇન અનુસાર ફોટા કલીક કરવા પડે અને તેને એ પ્લેટફોર્મ પર અપલોડ કરવાનું હોય છે. જયારે પણ આ ફોટો કોઇ ખરીદે અથવા ઉપયોગ કરે તો કંપની તમારા દ્વારા અપલોડ કરાયેલ દરેક ફોટો અને વીડીયો પર એક નિશ્ચિત રકમ તમારા ખાતામાં મોકલે છે. આવો જાણીએ કે કેવી રીતે મોબાઇલો ફોટા દ્વારા કમાણી શરૃ કરવીઅ ને કઇ વાતનું ધ્યાન રાખવું.

 ફોટો કેવો હોવો જોઇએ ?

ધ્યાન રાખો કે જે પણ ફોટો હોય તે ૪ મેગાપીકસેલ અથવા તેનાથી વધારેનો હોવો જોઇએ. કેમેરા હાઇકવોલીટી સેટીંગ પર રાખો. ફોટોની ફાઇલ સાઇઝ પ૦ એમબી અથવા તેનાથી ઓછી હોવી જોઇએ. ઇપીએસ ફાઇલ હોય તો ૧૦૦ એમ.બી.થી વધારે ના હોવી જોઇએ. આના સિવાય કોઇ ફોટો ધુંધળો નહીં હોવો જોઇએ અને વધુ માહિતી માટે પ્લેટફોર્મની ગાઇડલાઇન્સ વાંચી લેવી.

 દરેક પ્લેટફોર્મ પર છે હેલ્પ સેન્ટર

લગભગ બધા પ્લેટફોર્મ પર હેલ્પ સેન્ટરનો વિકલ્પ છે. જયાં તમે તમારા કોઇપણ પ્રશ્નનો જવાબ મેળવી શકો છો અથવા ઇ-મેઇલ કરીને પૂછી શકો છો.

 શું કરવું અને શું નહીં કરવું

જે તે પ્લેટફોર્મ પર કોન્ટ્રીબ્યુટર એકાઉન્ટ બનાવતા પહેલા તેની શરતો વાંચો. શરતો અનુસાર ફોટા અને વીડીયો અપલોડ કરો. ધ્યાન રાખો કે તેની સાથે સાચું નામ અને સાચા કીવર્ડનો ઉપયોગ કરવો. કન્ટેંટ અપલોડ થયા પછી ટીમ તેને રીવ્યુ કરે છે, ત્યારપછી તેને વેબસાઇટ પર રીલીઝ કરે છે. આ રીતે તે યુઝર્સ સુધી પહોંચે છે. જે તેને ખરીદવા માંગતા હોય.

 આ છે કેટલાક પ્લેટફોર્મ્સ

યુઝર્સના ફોટો પર પેમેન્ટ કરતા હોય તેવા ઘણાં પ્લેટફોર્મ્સ છે. તેમાં શટર સ્ટોક ઇમેજ, એડોબ સ્ટોક, અલામી, કમગમગ, સ્નેપ્ડ ફોર યુ, ફોટો શેલ્ટર, ફોટો મોટો વગેરે સામેલ છે. તેમાંથી કમાણી કરવા માટે તમારે કોન્ટ્રીબ્યુ઼ટર એકાઉન્ટ બનાવવું પડે છે.

 કેવી રીતે થાય છે કમાણી?

આ સ્ટોક પિકચર્સ પ્લેટફોર્મ પર કોન્ટ્રીબ્યુટર તરીકે તમે જે પણ ફોટો-વીડીયો અપલોડ કરો તે બીજુ કોઇ જયારે ખરીદે છે અથવા ડાઉન લોડ કરે છે તો કંપની તેના ૪૦ ટકા સુધીની રકમ તમને ઓનલાઇન મોકલી આપે છે. કેટલીક કંપનીઓમાં આ રકમ વધુ-ઓછી પણ હોઇ શકે છે. એટલે કે કંપનીની ગાઇડલાઇન્સ ધ્યાનથી વાંચો.

 સર્ચીંગમાં આવવું જરૃરીઃ

જયારે તમે કોઇ ફોટો અપલોડ કરો ત્યારે તેની સાથે કેટલીક માહિતીઓ પણ ભરવાની હોય છે. તેને બહુ ધ્યાન પુર્વક ભરવી. જેમકે, તેનું નામ, કી વર્ડ, કેટેગરી અને અન્ય જરૃરી માહિતી તેનો ફાયદો એ થશે કે તમારૃં કન્ટેન્ટ સહેલાઇથી સર્ચમાં આવી શકશે. અને ડાઉનલોડ થવા પર વધારે પૈસા મળી શકશે. તમારૃં કન્ટેન્ટ જેટલું સહેલાઇથી સર્ચ થશે, તેટલા વધારે પૈસા મળશે.

(6:42 PM IST)