<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કેજરીવાલ નહીં આ તો છે નૌટંકીલાલઃ શિવરાજસિંહ

નવી દિલ્‍હી તા. ર૦: ભૂતપૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે નૌટંકીલાલ બની ગયા છે. ઝઘડો આમ આદમી પાર્ટીના ઘરમાં છે અને પ્રદર્શન ભાજપા કાર્યાલયની બહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રજા હવે સમજી ગઇ છે અને કેન્‍દ્રમાં ત્રીજી વાર મોદી સરકાર બનવા જઇ રહી છે.

દિલ્‍હીની ત્રણ લોકસભા બેઠકોના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓને સંબોધિત કરવા દરમ્‍યાન ચૌહાણે કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર માતાઓ બહેનોને અપમાનિત કરવાનું કામ કરે છે. કેજરીવાલે દિલ્‍હીવાળાઓને સારા રસ્‍તાઓ નથી આપ્‍યા, યમુનાજીનું શુધ્‍ધિકરણ નથી કર્યું, માત્ર દારૂની નદીઓ વહાવી, શરાબ કૌભાંડ કર્યું, એમ પર એક બોતલ શરાબ ફ્રી આપી, દિલ્‍હીને ડુબાડવાનું મહાપાપ કેજરીવાલે કર્યું છે.

તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી, અહંકારી આદમી પાર્ટી બની ગઇ છે. કેજરીવાલ અહંકાર ભરેલ વ્‍યકિત છે. કેજરીવાલે એનો જવાબ તો આપવો જ જોઇએ. તોઇ મહિલા તેમના પક્ષની રાજયસભાની સભ્‍ય છે, અને તમે અહંકારમાં તેની સાથે વાત કરવાની ના પાડો છો. તમે તમારી રાજયસભાના સભ્‍યને ન્‍યાય આપવાના બદલે, તેની સાથે દુર્વ્‍યવહાર કરનારને બચાવવાના પ્રયાસો કરો છો.

(3:02 PM IST)