<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

મુસ્‍લીમોનો ઉલ્લેખઃ મતની ચિંતા કરે છે, પણ ટીકીટો આપવામાં ઠાગાઠૈયા !!

હિંદુ ધ્રુવીકરણના ભયથી દરેક પક્ષો મુસ્‍લીમોને ઉમેદવાર બનાવવાથી ડરે છે

નવી દિલ્‍હી તા. ર૦: પ્રથમ તબક્કાના મતદાન પછી પાંચમા તબક્કો પહોંચતા પહોંચતા લોકસભા ચુંટણીમાં મુસ્‍લીમ સમુદાય એક મુખ્‍ય મુદ્દો બની ગયો છે. બધા પક્ષો મુસ્‍લીમોનો ઉલ્લેખ કરે છે, તેમના મતની ચિંતા કરે છે પણ મુખ્‍ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં તેમની ટીકીટો કંઇક અલગ હકીકત દર્શાવે છે. દેશના ૧૧ મુખ્‍ય પક્ષોએ પોતાના ૧૪૯૦ ઉમેદવારોમાંથી માત્ર ૮૦ મુસલમાનોને ટીકીટ આપી છે. ટીકીટોની આ કંજૂસીમાં સત્તારૂઢ ભાજપા જ નહીં, તુષ્‍ટીકરણના આરોપ જેમના પર છે તેવા વિપક્ષો પણ સામેલ છે. આનાથી એવું લાગે છે કે મુસ્‍લીમ સમાજને પર્યાપ્‍ત ઉમેદવારી કોઇપણ પક્ષના એજન્‍ડામાં જ નથી. મુસ્‍લીમોની વાત કરનાર સપા અને રાજદ જેવા પક્ષોએ પણ તેમને પોતાના હાલ પર છોડી દીધા છે. કોંગ્રેસે પણ માત્ર ૧૯ બેઠકો પર મુસ્‍લીમ ઉમેદવારો ઉભા રાખ્‍યા છે. એનડીએ ગઠબંધનમાં આ વખતે ૪ મુસ્‍લીમોને ટીકીટ આપી છે. ગઇ ચુંટણીમાં ૩ મુસ્‍લીમોને ટીકીટ આપનાર ભાજપાએ આ વખતે માત્ર એક જ મુસ્‍લીમ ઉમેદવારને તક આપી છે.

રાજસ્‍થાન પત્રિકામાં કુમાર અનુજના અહેવાલ અનુસાર, લોકસભામાં ૧૯૮૦માં સૌથી વધારે ૪૯ મુસ્‍લીમ સાંસદો ચુંટાયા હતા. ૧૯૮૦ના દાયકામાં દેશમાં મુસ્‍લીમોની વસ્‍તી ૧૧ ટકા હતી. તે વખતે સંસદમાં મુસ્‍લીમોનું પ્રતિનિધીત્‍વ ૯ ટકા હતું. આજે મુસ્‍લીમોની વસ્‍તી ૧૪ ટકા થઇ ચૂકી છે પણ લોકસભામાં તેમનું પ્રતિનિધીત્‍વ લગભગ પ ટકા છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રી મંડળના વિસ્‍તાર પછી કેન્‍દ્ર સરકારમાં પણ મુસ્‍લીમોનું પ્રતિનિધીત્‍વ

કયા પક્ષે આપી મુસ્‍લીમોને કેટલી ટીકીટ

પક્ષ        ર૦૧૯ ર૦ર૪

કોંગ્રેસ     ૩૪    ૧૯

બસપા     ૩૯    ૧પ

ટીએમસી  ૧૩    ૦૬

સપા       ૦૮    ૦૪

સીપીએમ  ૦૯    ૧૦

સીપીઆઇ ૦૪    ૦૦

રાજદ      ૦પ    ૦ર

એનસીપી  ૦૩    ૦ર

ભાજપા    ૦૩    ૦૧

(3:06 PM IST)