News of Monday, 20th May 2024
ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ તો દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડશે
આ સપ્તાહમાં તામિલનાડુ, પુંડેચેરી, કેરલ, લક્ષદ્રીપમાં ગાજવીજ-તોફાની પવન સાથે વરસાદ તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં પ્રચંડ ગરમી પડશેઃ હવામાન ખાતુ

નવી દિલ્હીઃ હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ૨૦ મે થી ૨૩ મે સુધી ભારતમાં અનેક જગ્યાએ એક સપ્તાહ દરમ્યાન હવામાનમાં સામાન્ય ફેરફાર જોવા મળશે. તમિલનાડું, પુંડેચેરી, કેરલ, લક્ષદ્રીપમાં હળવો વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાનાં અને ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગરમીનો પ્રકોપ રહેશે.
દેશમાં વાતાવરણનાં બે રૂપ જોવા મળી રહ્યા છે. ક્યાંક વરસાદ તો ક્યાં વાવાઝોડા સાથે પવનથી હાલ બેહાલ છે તો ક્યાંક સૂર્ય દેવતા અગન ગોળા વરસાવી રહ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુાર ૨૦ મે થી ૨૩ મે સુધી ભારતનાં અનેક ક્ષેત્રોમાં એક અઠવાડિયા દરમ્યાન વાતાવરણમાં થોડો ફેરફાર રહેશે. તમિલનાડુ, કેરલ, લક્ષદ્રીપમાં હળવાથી મધ્યમ વરસાદ, તેમજ વીજળી પડવાની ઘટનાઓ તેમજ ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.આ સિવાય અંદમાન અને નિકોબાર ટાપુ પર હળવો તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. વિશેષ તો નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની સંભાવનાં છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્રનાં કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ભારતમાં પણ આવી જ રીતે હવામાનની પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અસમ અને તેની આસપાસનાં વિસ્તારો પર ચક્રવાતનાં કારણે પૂર્વોત્તર રાજયોમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાં છે. તેનાથી વિરૂદ્ધ અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન પર બનેલ વેસ્ટન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર ભારતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે દિલ્હીમાં ૨૦ થી ૨૩ મે દરમ્યા લૂ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમ્યાન ઝડપી ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. આ અઠવાડિયા દરમ્યાન દિલ્હીનો પારો ૪૫ ડિગ્રી રહેવાની શક્યતા છે. આઇએમડીનાં જણાવ્યા અનુસાર આ આખા અઠવાડિયા દરમ્યાન દિલ્હીનું તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રીની વચ્ચે રહી શકે છે. ત્યાં જ ઓછામાં ઓછુ તાપમાન ૨૮ થી ૩૦ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
