તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
વિદેશી રોકાણકારોનું મોહતાજ નથી ભારતઃ ઘરેલૂ રોકાણકારોના દમ પર શેરબજારમાં તેજી
વિદેશીઓએ ર૬ હજાર કરોડ ઉપાડયા તો ઘરેલુ મ્યુચ્યલ ફંડોનું રોકાણ

મુંબઇ તા. ર૦: ચુંટણીનો ગભરાટ, અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિ, વ્યાજ દરોમાં કાપ બાબતે અનિヘતિતા અને નફો તારથી લેવાના કારણે વિદેશી રોકાણકારો (એફપીઆઇ) ભારતીય શેરબજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં ર૬૦૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. તેનાથી ઉલ્ટું, ઘરેલું મ્યુચ્યલ ફંડો અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો (ડીઆઇઆઇ) ભારતીય શેરબજારમાં જોરદાર રોકાણ કરી રહ્યા છે. ર૦ર૪ માં મ્યુચ્યલ ફંડોએ ઇકવીટીમાં ૧.૩૦ લાખ કરોડ રૂપિયા રોકયા છે.
ભારતીય બજારો માટે આ એક મોટો સંકેત છે કેમકે હવે ભારતીય બજારની વિદેશી રોકાણ પરની નિર્ભરતા ઘટી રહી છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી છતાં ભારતીય બજારોમાં કોઇ મોટો ભૂકંપ નથી આવ્યો કેમકે મ્યુચ્યલ ફંડોની સાથે સાથે ડીઆઇઆઇ પણ બહુ ખરીદી કરી રહ્યા છે. રીટેઇલ રોકાણકારો પણ તેને સાથ આપી રહ્યા છે. રીટેઇલ રોકાણકારોનું એસઆઇપી દ્વારા રોકાણ માસિક ર૦૦૦૦ કરોડ રૂપિયાથી આગળ નીકળી ગયું છે, જેમાં ૮પ ટકાથી વધારે હિસ્સેદારી ઇકવીટી ફંડસની છે. વિદેશી રોકાણકારોની વેચવાની છતાં ર૦ર૪ માં સેન્સેકસ-નિફટી લગભગ ૩ ટકા વધ્યા છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
