<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

શું મોસાદ રચયું હતું ષડયંત્ર ?

અકસ્‍માત કે હત્‍યા...? ઈરાનના રાષ્‍ટ્રપતિના હેલિકોપ્‍ટર દુર્ઘટના અંગે ષડયંત્રની થિયરી

હેલિકોપ્‍ટર દુર્ઘટના પાછળનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ દરમિયાન રાયસીના મળત્‍યુને લઈને ઘણી ષડયંત્રની થિયરી પણ સામે આવી રહી છે : કેટલાક ઈરાનીઓ તેને ઈઝરાયેલનું ષડયંત્ર ગણાવી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૨૦: ઈરાનના રાષ્‍ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું રવિવારે હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં મળત્‍યુ થયું છે. રાષ્‍ટ્રપતિની સાથે હેલિકોપ્‍ટરમાં ૯ લોકો સવાર હતા, જેમાં ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્‍દુલ્લાહિયાનો પણ સમાવેશ થાય છે. સોમવારે ઈરાની મીડિયાએ તેના રાષ્‍ટ્રપતિ અને વિદેશ મંત્રીના મળત્‍યુની પુષ્ટિ કરી હતી. સોમવારે ઈરાનના એક અધિકારીએ માહિતી આપી હતી કે રાષ્‍ટ્રપતિ રાયસી જે હેલિકોપ્‍ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે સંપૂર્ણપણે બળી ગયેલું મળી આવ્‍યું હતું.

ખરાબ હવામાનને કારણે બચાવકર્મીઓને અકસ્‍માત સ્‍થળે પહોંચવામાં કલાકો સુધી સંઘર્ષ કરવો પડ્‍યો હતો. સત્તાવાર રીતે, અકસ્‍માતનું સંભવિત કારણ વરસાદ અને ધુમ્‍મસ સાથે ખરાબ હવામાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને ઈરાનના દુશ્‍મન ઈઝરાયેલનું ‘ષડયંત્ર' ગણાવી રહ્યા છે. સવાલો એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે હમાસ અને ઈઝરાયેલ વચ્‍ચેના તાજેતરના તણાવમાં ઈરાન ખુલ્લેઆમ હમાસને સમર્થન આપી રહ્યું હતું અને તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ બંનેએ એકબીજાને હવાઈ હુમલામાં નિશાન બનાવવાનો દાવો કર્યો હતો.

બે હેલિકોપ્‍ટર સુરક્ષિત પરત ફર્યા : માત્ર રાયસીનું હેલિકોપ્‍ટર કેમ ક્રેશ થયું ?

સોશિયલ મીડિયા પર ઈરાનના કેટલાક લોકો રાયસીના મોત પાછળ ષડયંત્ર હોવાની વાત કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે રાષ્‍ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્‍ટર હતા, તો એવું કેવી રીતે થયું કે બે હેલિકોપ્‍ટર સુરક્ષિત રીતે પહોંચ્‍યા અને રાષ્‍ટ્રપતિનું હેલિકોપ્‍ટર જ અકસ્‍માતનો શિકાર બન્‍યું.

‘ધ ઈકોનોમિસ્‍ટ'ના એક અહેવાલ અનુસાર, ઘણા ઈરાનીઓનું કહેવું છે કે આ દુર્ઘટના પાછળ ઈઝરાયેલનો હાથ હોઈ શકે છે. આ ષડયંત્રની થિયરી એટલા માટે પણ સામે આવી રહી છે કારણ કે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ હુમલા વચ્‍ચે ઈરાને થોડા સમય પહેલા ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્‍યારે ઈઝરાયેલે કહ્યું હતું કે ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

એપ્રિલની શરૂઆતમાં, ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્‍કસમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની બ્રિગેડિયર જનરલ મોહમ્‍મદ રેઝા જેહાદી માર્યા ગયા હતા. જેહાદી ઈરાનના ઈસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ (IRGC)નો વરિષ્ઠ કમાન્‍ડર હતો. હવે ઘણા ઈરાનીઓ કહી રહ્યા છે કે રાયસીના મોત પાછળ ઈઝરાયેલનો પણ હાથ છે. જોકે, ઈઝરાયેલે કયારેય ઈરાનના રાષ્‍ટ્રાધ્‍યક્ષોને નિશાન બનાવ્‍યા નથી. રાયસીના મામલામાં ઈઝરાયેલની સ્‍પષ્ટતા પણ આવી ગઈ છે.

ઈઝરાયેલે શું કહ્યું ?

આ દરમિયાન ઈઝરાયેલનું નિવેદન પણ ષડયંત્ર સિદ્ધાંતને લઈને આવ્‍યું છે. ન્‍યૂઝ એજન્‍સી રોયટર્સ સાથે વાત કરતી વખતે ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીએ સ્‍પષ્ટ કહ્યું કે આ દુર્ઘટનામાં અમારી કોઈ ભૂમિકા નથી.

નિષ્‍ણાતો ઈરાનના રાષ્‍ટ્રપતિના મળત્‍યુમાં ઈઝરાયેલની સંડોવણીને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈરાનના રાષ્‍ટ્રપતિને મારવાનો અર્થ સીધો જ યુદ્ધની ઘોષણા કરવાનો છે. ઈઝરાયેલે હંમેશા ઈરાનના સૈન્‍ય અને પરમાણુ સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવ્‍યા છે અને હાઈ-પ્રોફાઈલ રાજકીય વ્‍યક્‍તિઓને નહીં.

ઈકોનોમિસ્‍ટના અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે, રાઈસીના મળત્‍યુમાં ઈઝરાયેલની સંડોવણીને નકારવા માટેના સારા કારણો છે. ઈઝરાયેલે કયારેય ઈરાનના વડાને મારવાની કોશિશ કરી નથી, આ યુદ્ધ શરૂ કરવા જેવું હશે, જેના બદલામાં ઈરાન તરફથી ભયંકર પ્રતિક્રિયા જોવા મળશે.

રાયસીનું હેલિકોપ્‍ટર ઈઝરાયેલ સાથે મિત્રતા ધરાવતા દેશની નજીક ક્રેશ થયું : ઈરાનના રાષ્‍ટ્રપતિનું હેલિકોપ્‍ટર ઈરાનના અઝરબૈજાનના પ્રાંતની રાજધાની તાબ્રીઝ જઈ રહ્યું હતું, ત્‍યારે રવિવારે તે દુર્ઘટનાગ્રસ્‍ત થયું. આ અકસ્‍માત તાબ્રીઝ શહેરથી ૫૦ કિલોમીટર દૂર વરજેકાન શહેર પાસે થયો હતો.

ટાઈમ મેગેઝીને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જે જગ્‍યાએ હેલિકોપ્‍ટર ક્રેશ થયું હતું તેને લઈને પણ એક ષડયંત્રની થિયરી સામે આવી રહી છે. અહેવાલમાં લખ્‍યું છે કે, રાયસીનું હેલિકોપ્‍ટર અઝરબૈજાન (દેશ)ની સરહદ નજીક પર્વતીય જંગલમાં ક્રેશ થયું હતું. ઈરાનના તમામ પડોશીઓમાંથી, તે અઝરબૈજાન સાથે સૌથી ઓછા ગાઢ સંબંધો ધરાવે છે કારણ કે અઝરબૈજાન પણ ઈઝરાયેલ સાથે સંબંધો ધરાવે છે... અઝરબૈજાનનો પણ મોસાદ (ઈઝરાયેલી ગુપ્તચર સંસ્‍થા) સાથે સહકારનો ઈતિહાસ છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે, જોકે હેલિકોપ્‍ટર ક્રેશ થવા પાછળનું કારણ હવામાન હોવાની શંકા છે. ઈરાને જણાવ્‍યું હતું કે ધુમ્‍મસ, પવન અને ભારે વરસાદને કારણે ક્રેશ સ્‍થળ શોધવાના પ્રયાસો અવરોધાયા હતા. ઈરાને ધુમ્‍મસ વચ્‍ચે દોડતી બચાવ ટીમના ફૂટેજ પણ જાહેર કર્યા છે.

અમેરિકાએ ષડયંત્ર સિદ્ધાંતોને પણ નકારી કાઢયા : યુએસ સેનેટર ચાર શૂમરે રાયસીના મળત્‍યુ પાછળ કોઈ કાવતરું હોવાનો ઈન્‍કાર કર્યો છે. તેણે કહ્યું છે કે હાલમાં અમેરિકન ગુપ્તચર એજન્‍સીઓને એવા કોઈ પુરાવા મળ્‍યા નથી જેના આધારે તેને કાવતરું કહી શકાય.

એનબીસી ન્‍યૂઝ અનુસાર, શૂમરે એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું કે ઉત્તર-પશ્‍ચિમ ઈરાનમાં જ્‍યાં દુર્ઘટના થઈ તે હવામાન ખૂબ જ ખરાબ હતું, જેના કારણે તે દુર્ઘટના હોવાનું જણાયું. જો કે તેની સંપૂર્ણ તપાસ હજુ બાકી છે.

(3:39 PM IST)