<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

પુસ્‍તક સમીક્ષા ધન્‍વી-માહી

મુડીરોકાણસ્ત્રોત અંગે દિશા દર્શન કરતુ પુસ્‍તક ‘‘મની પ્‍લાન્‍ટેશન''

પુસ્‍તકનું નામ : મની પ્‍લાન્‍ટેશન, લેખક : મહેશ ત્રિવેદી, પ્રકાશન : શ્રી ગજાનન પુસ્‍તકાલય, સુરત, આવૃતિ : એપ્રિલ-ર૦ર૪, કિંમત રૂા.રરપ.

વિવિધ અખબારોમાં ૩૭ વર્ષના બિઝનેશ જર્નાલિઝમનો બહોળો અનુભવ અને બિઝનેશ એડિટર તરીકે સેવા નિવૃતિ લેનારા મહેશ ત્રિવેદ વિવિધ અખબારોમાં અર્ન, પ્‍લાન, સેવ એન્‍ડ સ્‍પેન્‍ડ (ઇપીએસ) કન્‍સેપ્‍ટ અપનાવીને સંપતિ સર્જનનો મહિમા સમજાવવા સાથે વિવિધ મુડીરોકાણસ્ત્રોત અંગે માર્ગદર્શન કરી રહયા છે. તેમણે આપેલ મની પ્‍લાન્‍ટેશન પુસ્‍તકમાં પરસેવાની કમાણીમાંથી પ્‍લાનીંગ કરીનેબ ચાવેલા નાણાનું વ્‍યવસ્‍થિત રીતે ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરીને ભાવિ આર્થિક જરૂરીયાતો ઉપરાંત રિટાયરમેન્‍ટ માટેનું ભાથુ તૈયા રકરવામાં તમારો રૂપિયો પણ તમારા માટે કેવી રીતે કમાતો થાય તે માટેના ઉદાહરણો સાથે સમજાય તેવી ભાષામાં સમજાવવા પ્રયાસ કરાર્યો છે. ભવિષ્‍યની આર્થિક જરૂરીયાતો માટે બચાવવા અને વાપરવા માટે શેરબજાર, મ્‍યુચ્‍યુઅલ ફંડસ, સોના-ચાંદી, રિયલ એસ્‍ટેટ સહિતનાસ્ત્રોતમાં આયોજનબધ્‍ધ મુડીરોકાણ કયારે, કેટલું, કેવી રીતે અને કયાં સુધી કરવા માટે આ પુસ્‍તકને ઉપયોગી બનાવવા પ્રયાસો કરાયો છે.

(3:44 PM IST)