તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
જો બ્લડ-પ્રેશર અનિયંત્રિત રહે તો એ વ્યક્તિને હાર્ટ-અટેક આવી શકે છે
દર ૬ જણમાંથી એક વ્યક્તિને ખબર નથી હોતી કે તેનું બ્લડ-પ્રેશર વધારે છે

નવી દિલ્હી, તા.૨૦: હાઇપરટેન્શન એટલે કે બ્લડ-પ્રેશરની બીમારી વિશ્વમાં સૌથી ઝડપથી પ્રસરી રહી છે અને એ હૃદયરોગ માટે સૌથી વધારે જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ એના લેટેસ્ટ રિપોર્ટમાં સાઉથ-ઈસ્ટ એશિયામાં હાઇપરટેન્શનના દરદીઓની વધતી જતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં આશરે ૨૯.૪ કરોડ લોકો વધારે બ્લડ-પ્રેશરથી પીડાઈ રહ્યા છે અને એને કન્ટ્રોલમાં લાવવા માટે યુદ્ધસ્તરે ઉપાય કરવા જરૂરી છે. WHOનાં રીજનલ ડિરેક્ટર સાઇમા વાજેદે કહ્યું હતું કે નૉન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCD)માં એટલે કે બિનચેપી રોગોમાં હાઈ બ્લડ-પ્રેશર સૌથી મોટો રોગ છે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એ વૈશ્વિક સ્તરે મળત્યુ અને ડિસેબિલિટી માટેનું પ્રમુખ કારણ છે.
હાઈ બ્લડ-પ્રેશર માટે વધારે પડતા મીઠાનું સેવન, તમાકુનો ઉપયોગ, શરાબનું સેવન, અપૌષ્ટિક આહાર, શારીરિક નિષ્ક્રિયતા, ટેન્શન અને હવાનું પ્રદૂષણ મુખ્ય કારણો છે. પુખ્ત વયના અડધાથી વધારે લોકોને એ ખબર પણ હોતી નથી કે તેમને હાઈ બ્લડ-પ્રેશર છે. દર ૬માંથી એક જણને ખબર નથી હોતી કે તેનું બ્લડપ્રપ્રેશર વધારે છે. જો બ્લડ-પ્રેશર અનિયંત્રિત રહે તો એ વ્યક્તિને હાર્ટ-અટૅક આવી શકે છે અથવા તેની કિડની ખરાબ થઈ શકે છે અથવા એકાએક તેનું મળત્યુ થઈ શકે છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
