તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ભોપાલના યુવકને પત્નિની પાઇલ્સની સમસ્યા વિશે જાણ થઈ એટલે તેણે ડિવોર્સ માગ્યા
લગ્નના એક મહિના બાદ અકુદરતી સેક્સ માણતી વખતે પત્નિને ખૂબ બ્લીડિંગ થયું હતું

ભોપાલ, તા.૨૦: મધ્યપ્રદેશની ભોપાલ ડિસ્ટ્રિક્ટ ફૅમિલી કોર્ટમાં વિચિત્ર કેસ આવ્યો હતો. ૩૦ વર્ષના યુવકને લગ્ન બાદ પત્નીને પાઇલ્સ હોવાની જાણ થતાં તેણે ડિવૉર્સ માગ્યા હતા. ભોપાલમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા યુવકનાં ગયા વર્ષે લગ્ન થયાં હતાં. લગ્નના એક મહિના બાદ અકુદરતી સેક્સ માણતી વખતે પત્નીને ખૂબ બ્લીડિંગ થયું હતું. બંને ડૉક્ટર પાસે ગયાં ત્યારે મહિલાને પાઇલ્સનું નિદાન થયું હતું. એ સાંભળીને ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની અને તેના પરિવાર પર આ વાત છુપાવવાનો આરોપ મૂકયો હતો. મહિલાએ કહ્યું હતું કે હું પણ આ સમસ્યા વિશે નહોતી જાણતી. જોકે પતિ ડિવૉર્સ લેવા માટે અડગ રહ્યો. કાઉન્સેલરે આ યુવકને સમજાવ્યું કે પાઇલ્સ હોવા એ છૂટાછેડા લેવા માટેનું કારણ નથી, તેણે કોર્ટકેસમાં પૈસા ખર્ચવાને બદલે પત્નીની યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
