News of Monday, 20th May 2024
ભારતીય રિઝર્વ બેન્ક આ મહિનાનાં અંત સુધીમાં કેન્દ્ર સરકારને ૧ લાખ કરોડનું ડિવીડન્ડ ટ્રાન્સફર કરશે
આરબીઆઇએ ટ્રેઝરી બિલ દ્વારા સરકારના ઉધારમાં મોટો ઘટાડો જાહેર કર્યો'તો

નવી દિલ્હી, તા.૨૦: આ વર્ષે કેન્દ્ર સરકારની તિજોરીમાં મોટો વધારો થવાની આશા છે. ખરેખર, ભારતીય રિઝર્વ બેંક કેન્દ્ર સરકારને ૧ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપી શકે છે. જેના કારણે કેન્દ્ર સરકારનું નાણા વિભાગ ખૂબ જ મજબૂત બનશે. ગયા અઠવાડિયે આરબીઆઈએ ટ્રેઝરી બિલ દ્વારા સરકારના ઉધારમાં મોટો ઘટાડો જાહેર કર્યો હતો, જેના કારણે કેન્દ્રના ઉધારમાં રૂ.૬૦,૦૦૦ કરોડનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ચીફ ઈકોનોમી એડવાઈઝર કનિકા પાસરિચાએ હાલમાં જ એક રિસર્ચ નોટમાં કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે IBI નાણાકીય વર્ષ ૨૦૨૫માં કેન્દ્ર સરકારના ખાતામાં ૧ લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી શકે છે. અમારું આકલન છે કે આરબીઆઈ સરકારને મજબૂત ડિવિડન્ડ આપશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બેલેન્સ શીટ વિશે જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર, આ વખતે RBI કેન્દ્ર સરકારને ગયા વર્ષે આપવામાં આવેલ ૮૭,૪૧૬ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ પાસ કરી શકે છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકે આગામી કામગીરીની સફળતા સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં અમલમાં મૂકયા છે. આમાં, સરકાર અગાઉના ઋણના ૬૦,૦૦૦ કરોડ રૂપિયા સમય પહેલાં ચૂકવવાની તૈયારી કરી રહી છે. આ બંને નિર્ણયો પછી એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિ ટૂંક સમયમાં મજબૂત થવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક, જે સરકારના લોન મેનેજર તરોકે કામ કરે છે, તે ચાલુ મહિનાના અંત સુધીમાં સરકારો ખાતામાં વધારાની રકમ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી શકે છે. ICICI સિકયોરિટીઝ પ્રાઈમરી ડીલરશીપના રિસર્ચ હેડ એ પ્રસન્નાએ ક્લાયન્ટ્સને તાજેતરની નોંધમાં લખ્યું છે કે, તમામ ઓપરેટિંગ ખર્ચને એકસાથે લઈને અને કુલ આવકમાંથી બાદ કરીને, અમે રૂ.૩.૪ લાખ કરોડના સરપ્લસ (જોગવાઈઓ પહેલાં) પર પહોંચીએ છીએ. જ્યારે આપણે રૂ.૨.૨ ટ્રિલિયનની જોગવાઈઓનો હિસાબ કરીએ છીએ, ત્યારે અમને રૂ.૧.૨ ટ્રિલિયનનું ટ્રિલેયનનું ડિવિડન્ડ મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આટલું મોટું ડિવિડન્ડ આરબીઆઈના કોર કેપિટલ રેશિયોમાં મહત્તમ અનુમતિપાત્ર વધારા સાથે જોડાય તેવી શકયતા છે, જે આરબીઆઈની બેલેન્સ શીટને મજબૂત બનાવશે
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
